તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ફ્રાન્સની સરકારે અસહ્ય રોગથી પીડાતા લોકોને આપ્યો ઈચ્છામૃત્યુની પસંદગીનો અધિકાર

નવી દિલ્હી: ફ્રાન્સના નીચલા સદન નેશનલ એસેમ્બલીએ ગઈકાલે ઐતિહાસિક બિલને મંજૂરી આપી છે. આ બીલ હેઠળ ફ્રાન્સમાં અસાધ્ય બીમારીઓથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે. યુરોપમાં લાંબા સમયથી ઈચ્છામૃત્યુના અધિકાર માટે કાયદાકીય માગ રહી છે. આ મામલે સંસદમાં મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી રહી હતી. લાંબી ચર્ચાઓના અંતે ગઈકાલે મંગળવારે નેશનલ એસેમ્બલીએ તેની મંજૂરી આપી છે. હવે આ બિલ ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત બિલમાં ગંભીર બીમારીઓથી ત્રસ્ત લોકોને ઈચ્છામૃત્યુ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, તેના માટે અમુક આકરી શરતો પણ મૂકવામાં આવી છે. જેમાં સારવાર ન થઈ શકે તેવી અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીએ પોતે જ ઝેર લાવવાનું રહેશે. તેમજ જો દર્દી ઝેર લાવવાની સ્થિતિમાં ન હોય તો ડોક્ટર કે નર્સની મદદથી ઝેર આપી શકાશે. બિલ હેઠળ ઈચ્છામૃત્યુનો વકિલ્પ પસંદ કરવા માટે દર્દીની વય ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે. સાથે તે ફ્રાન્સનો નાગરિક હોવો પણ જરૂરી છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
