News of Wednesday, 28th May 2025
આવનાર પાંચ વર્ષમાં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ :યુએનનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના WMO (World Meteorological Organization)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, આવનારા, પાંચ વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં કોઈ રાહતની આશા નથી. બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ સમયગાળા દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાવાની સંભાવના 70 ટકા છે, જે પેરિસ કરારના લક્ષ્યથી ઉપર છે. આ સાથે જ 80 ટકા સંભાવના છે કે, આગામી પાંચ વર્ષ (2025-2029)માં ઓછામાં ઓછા એક વર્ષ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ શકે છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો જ્યારે દુનિયા સતત બે વર્ષ (2023 અને 24) સૌથી વધુ ગરમીનો સામનો કરી ચૂકી છે. રિપોર્ટ અનુસાર, પ્રત્યેક વર્ષે ઐતિહાસિક ધોરણે 1.2°Cથી 1.9°C તાપમાન રહેવાની સંભાવના છે. જે તેની 1850-1900ની સરેરાશ કરતાં વધુ ગરમ છે. WMOના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે કહ્યું હતું કે, ' અત્યારસુધીમાં 10 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ ગરમી પડી છે. દુર્ભાગ્ય રૂપે, આ રિપોર્ટમાં આવનારા વર્ષોમાં કોઈ રાહતનો સંકેત નથી. જેનો અર્થ છે કે, આપણી અર્થવ્યવસ્થા, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને આખા ગ્રહ પર તેનો નકારાત્મક પ્રભાવ વધશે.'
2015ના પેરિસ જળવાયુ કરાર હેઠળ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. પૂર્વ-ઔદ્યોગિક સ્તરની તુલનામાં 2 ડિગ્રી સેલ્યિયસથી નીચે અને જો સંભવ હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ તુલના 1850-1900ના સરેરાશ તાપમાન સાથે કરવામાં આવે છે, જ્યારે માણસોએ કોલસો, તેલ અને ગેસનું ઔદ્યોગિક રીતે ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ, હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 1.5 ડિગ્રી સેલ્સિયસનો હેતુ 'લગભગ અસંભવ' થઈ ગયો છે કારણ કે, કાર્બન હાઇડ્રોક્સાઇડનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
