તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ઇંગ્લેન્ડની મહિલા અચાનક મૃત્યુ પામી, ઓટોપ્સી રિપોર્ટમાં ખબર પડી કે તેના શરીરમાં હૃદય જ નહોતું

લંડન તા.૨૮: મૂળ ઇંગ્લૅન્ડના પોર્ટ્સમાઉથમાં રહેતી ૨૮ વર્ષની બેથ માર્ટિન નામની મહિલા તેના પતિ અને બાળકો સાથે વેકેશનમાં ટર્કી ગઈ હતી. જોકે ત્યાં તે અજ્ઞાત બીમારીને કારણે મૃત્યુ પામી હતી. જોકે તેનું મૃત્યુ વિવાદનો વિષય થઈ ગયો છે.
વાત એમ હતી કે ઇંગ્લેન્ડથી ટર્કીની હવાઈ સફર દરમ્યાન તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. બેથ ઇસ્તાંબુલ પહોંચી એના થોડા જ કલાકોમાં બેભાન થઈ ગઈ હતી. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે બીજા દિવસે તે મૃત્યુ પામી હતી. ટર્કીની હૉસ્પિટલના નિષ્ણાતોએ કારણ આપેલું કે તેના શરીરનાં મલ્ટિપલ ઓર્ગન્સ બંધ થઈ ગયાં હોવાથી હૃદય બંધ પડી ગયું હતું, જ્યારે બેથના પતિને લાગતું હતું કે બેથની સારવારમાં કંઈક ગરબડ કરવામાં આવી છે કાં પછી કોઈ ખોટી દવાનો ડોઝ આપી દેવાથી મૃત્યુ થયું છે. ટર્કીએ બેથનું શબ બ્રિટન તો મોકલી દીધું. જોકે બ્રિટન શબ આવ્યા પછી શબની ઓટોપ્સી કરવામાં આવી તો ખબર પડી કે તેના શરીરમાં હૃદય હતું જ નહીં. હવે મામલો ગૂંચવાયો છે. બેથના પતિનું કહેવું છે કે ટર્કીના ડોક્ટરોએ તેની પત્નીના શરીરમાંથી હૃદય કાઢી નાખ્યું છે; જ્યારે ટર્કીવાળાનું કહેવું છે કે અમે તો તેના શરીર પર કોઈ સર્જરી કરી જ નથી, તેનું તો દવા આપતાં પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. હવે બેથના શરીરમાંથી તેના મૃત્યુ બાદ હૃદય કાઢવામાં આવ્યું કે હૃદય કાઢી નાખવાને કારણે મૃત્યુ થયું એ સવાલનો જવાબ કયારેય મળી શકશે ખરો?(૩૮.૩૪)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
