તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Wednesday, 21st May 2025
ઓએમજી....વિડીયો કોલથી લઈને ફિલ્મ મેકિંગ સુધી ગૂગલે લોન્ચ કર્યું AI

નવી દિલ્હી: ગૂગલ દ્વારા હવે સંપૂર્ણ પણે AI પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમની Google I/O 2025 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ પરથી એ વાતની પુષ્ઠી મળી શકે છે કે ગૂગલ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ ભવિષ્ય છે. ગૂગલ દ્વારા જેમિની, વીઓ, ફ્લો, બીમ, એસ્ટ્રા અને ઇમેજેન જેવા ઘણાં ટૂલ લોન્ચ કરવામાં આવ્યા છે જેનું કેન્દ્ર AI છે. ગૂગલ હવે તેના યુઝર્સ માટે દરેક વસ્તુ સરળ બનાવવા માગે છે અને એથી જ તેમણે દરેકમાં AIનો ઉપયોગ કર્યો છે. ચેટજીપીટી જેવા ઘણાં AI મોડલ હોવાથી હવે સર્ચ કરવા માટે ગૂગલ ફક્ત એક જ વિકલ્પ નથી રહ્યું. આથી ગૂગલે પણ માર્કેટમાં હરિફાઈ સામે ટકી રહેવા માટે જવાબ આપવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી ગૂગલે એક્સપેરિમેન્ટ્સના ભાગ રૂપે અમેરિકામાં AI મોડ લોન્ચ કર્યું હતું. જોકે હવે એને સત્તાવાર રીતે ગૂગલ સર્ચમાં આપવામાં આવી રહ્યું છે. ગૂગલે નવી AI ટેબ આપી છે. આ ટેબમાં ગૂગલ દ્વારા ઘણાં ટૂલ પણ આપવામાં આવ્યા છે જેથી યુઝર્સને ચેટજીપીટી જેવા ટૂલ્સની જરૂર નહીં પડે. ડીપ સર્ચ મોડ દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી શકાય છે. જોકે પ્રોજેક્ટ મરિનર દ્વારા યુઝર કોઈ ઇવેન્ટની ટિકીટ ખરીદવા માગતુ હોય તો એ પણ મેળવી શકશે. ગૂગલ દ્વારા દુનિયાભરમાં AI ઓવરવ્યુ પણ આપવામાં આવ્યું હતું. આ ઓવરવ્યુ તમામ માહિતીને ભેગી કરીને યુઝરને દરેક માહિતી એક જ જગ્યાએ આપે છે જેથી યુઝરે નવી ટેબ ઓપન નહીં કરવી પડે. આ ઓવરવ્યુને પણ હવે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
