તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
23 દેશોના દબાણ વચ્ચે પણ ઇઝરાયલે કર્યો ગાઝામાં હુમલો:90ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયેલ લગભગ દોઢ વર્ષથી ગાઝા પટ્ટીને ઘમરોળી રહ્યું છે. હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ વર્ષથી ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા કરી રહ્યું છે, જેમાં સેંકડો બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. આવા સંજોગોમાં હવે બ્રિટન, ફ્રાન્સ, કેનેડા સહિત દુનિયાના 23 દેશોએ ઈઝરાયેલ પર ગાઝામાં યુદ્ધ રોકવા દબાણ કર્યું છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખતા મંગળવારે 90 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે.
ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા સાથે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના નાગરિકો સુધી દુનિયાના દેશો દ્વારા અપાતી માનવીય સહાય પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, દુનિયાના દબાણના પગલે ઈઝરાયેલે માનવીય સહાયમાં આંશિક છૂટછાટ આપી છે. જેના પગલે ગાઝામાં મંગળવારે ખાદ્યાન્ન ચીજોથી ભરેલી 100 ટ્રકોને પ્રવેશની મંજૂરી અપાઈ છે. જોકે, લગભગ ત્રણ મહિના કરતાવધુ સમયથી ઈઝરાયેલના પ્રતિબંધોના કારણે ભૂખમરાની સ્થિતિમાં પહોંચી ગયેલા ગાઝાના 20 લાખ લોકો સુધી અત્યંત જરૂરી એવી માનવીય સહાય પહોંચી છે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
