તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
આંધળો પ્રેમ! પુત્રના મિત્રને દિલ દઈ બેઠી ૩૮ વર્ષની માતા, ૧૮ વર્ષના નાના છોકરા સાથે કરી લીધા લગ્ન!
૪૪ વર્ષીય તાન્યા અને ૨૬ વર્ષીય જોસુ પતિ-પત્નિ છે : તેમની ઉંમર વચ્ચે ૧૮ વર્ષનો તફાવત છેઃ જોસુ માત્ર ૧૯ વર્ષનો હતો ત્યારે તેની મુલાકાત તાન્યા સાથે થઈ હતી : આ મુલાકાત પ્રેમમાં પરિણમી અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા

ટેકસસ, તા.૮: એક કહેવત તો સાંભળી હશે, 'Age is Just Number.' આમ તો બીજી પણ એક કહેવત છે કે, પ્રેમ આંધળો હોય છે. હવે જો આપણે બંને કહેવતોને જોડીએ, તો તમને સમજાશે કે પ્રેમમાં ઉંમરનો વિચાર કરવામાં આવતો નથી. જેવી રીતે એક મહિલાને થયો. આ મહિલાના તેના દીકરાના પ્રેમમાં પડી. અગાઉ તેના છૂટાછેડા થઈ ગયા હતા. આ કારણસર તેણે સંબંધને આગળ વધાર્યો અને ૧૯ વર્ષના છોકરાને પ્રેમ કરવા લાગી. બંને હવે પરિણીત યુગલ બની ગયા છે અને તેમના પરિવારને વધારવાની પ્લાનિંગ બનાવી રહ્યા છે.
ધ સન વેબસાઇટના અહેવાલ મુજબ, ૪૪ વર્ષીય તાન્યા અને ૨૬ વર્ષીય જોસુ પતિપ્રપત્ની છે. તેમની ઉંમર વચ્ચે ૧૮ વર્ષનો તફાવત છે. જોસુ માત્ર ૧૯ વર્ષની ઉંમરે તાન્યાને મળી. તેમને અહેસાસ પણ ન થયો કે, આ મુલાકાત કયારે પ્રેમમાં અને પછી લગ્નમાં ફેરવાઈ ગઈ. ખરેખર જોસુ તાન્યાના બે દીકરાનો મિત્ર છે. તે શરૂઆતથી જ તેના ઘરે આવતો હતો.જ્યારે પણ તે તાન્યાને જોતો, ત્યારે તે ઘણીવાર હેરાન થઈ જતો, કારણ કે તાન્યા તેના મિત્રોની માતાઓ જેવી બિલકુલ દેખાતી નહોતી. તાન્યા ૪ બાળકોની માતા છે અને તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. જોસુનું તેના પાર્ટનર સાથે બ્રેકઅપ પણ થયું હતું.બંને સિંગલ હતા અને આ કારણે બંનેએ ડેટિંગ શરૂ કરી.
શરૂઆતમાં, તાન્યાને જોસુ ગમતો ન હતો કારણ કે તે ખૂબ જ લાઉડ હતો અને ઘણી નાદાની કરતો હતો. કેટલીકવાર તે ટૉક્સિક બની જતો અને તાન્યાનો ફોન પણ ચેક કરતો. પછી પણ બંને એકબીજાને દિલ દઈ બેઠા. જ્યારે જોસુ ૨૧ વર્ષનો હતો અને તાન્યા ૩૮ વર્ષની હતી, ત્યારે તે બંને બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બન્યા. પછી બંનેએ લગ્ન કરી લીધા.
હવે જોસુ પોતાનો પરિવાર ઇચ્છે છે અને જલ્દી જ પિતા બનવાની આશા રાખે છે. તાન્યાને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ સંબંધને ખરાબ અને વાંધાજનક કહે છે. તાન્યા પર પોતાના દીકરાના મિત્ર સાથે લગ્ન કરવા પર લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે.(૨૩.૨)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
