તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Tuesday, 6th May 2025
ઓએમજી.....હોલીવુડ સહીત દુનિયાભરની ફિલ્મો પર ટ્ર્મપે 100 ટકા ટેરિફ લગાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ટેરિફ પે ટેરિફ, ટેરિફ પે ટેરિફ, ટેરિફ પે ટેરિફ… અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાણે ‘ટેરિફ’ને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો હોય એમ તેઓ નીતનવા ટેરિફ લાદતા જાય છે. તાજેતરમાં તેમણે હોલિવૂડની ફિલ્મો પર ટેરિફ લાદવાની જાહેરાત કરીને ફરી ખળભળાટ મચાવી દીધો છે. એય જેવો તેવો નહીં, ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની તેમની યોજના છે! ટ્રમ્પે અમેરિકાની બહાર બનતી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. આ માટે તેમણે એવી દલીલ કરી છે કે, અમેરિકન ફિલ્મ નિર્માતાઓ વિદેશમાં ફિલ્મ બનાવે એ માટે બીજા દેશો તેમને આકર્ષક ઓફર આપે છે, જેને લીધે અમેરિકનોના હકની રોજગારી વિદેશોમાં જતી રહે છે. આમ થતાં હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામદારોને નુકસાન થાય છે અને સરવાળે અમેરિકાને પણ આર્થિક ફટકો પડે છે. તેથી ટ્રમ્પે અમેરિકન ફિલ્મો અમેરિકામાં જ બને એવા આશયે ફિલ્મો પર ટેરિફ લાદવાની યોજના બનાવી છે.
ટ્રુથ સોશિયલ પર મૂકેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, ‘હોલિવૂડ અને અમેરિકાના અન્ય ઘણાં ક્ષેત્રો બરબાદ થઈ રહ્યા છે. આ માટે અન્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેથી આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. આ એક જાણીજોઈને કરવામાં આવેલો દુષ્પ્રચાર છે. તેથી, વિદેશમાં બનાવવામાં આવેલી કોઈપણ ફિલ્મ અમેરિકામાં રજૂ થાય ત્યારે તેના પર 100 ટકા ટેરિફ લાગુ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે હું વાણિજ્ય વિભાગ અને યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને તાત્કાલિક ધોરણે અધિકૃત કરું છું.’
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
