<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

૯૯ આઇફોનથી દિલ બનાવીને પ્રપોઝ કર્યુઃ પણ છોકરીનો જવાબ હા ન આવ્‍યો

૯૯ આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરીએ પછી પણ છોકરીએ હા ન પાડી

બીજીંગ,તા.૦૧: એક ચાઇનીઝ યુવકે ગર્લફ્રેન્‍ડને ઇમ્‍પ્રેસ કરવા ખૂબ ખર્ચો કરી નાખ્‍યો અને પછી જાહેરમાં પ્રપોઝ પણ કર્યું. જોકે એ પછી પણ છોકરીએ હા ન પાડી. ચીનીભાઈએ કન્‍યાને ઇમ્‍-ેસ કરવા માટે એક નહીં, ૯૯ આઇફોન ખરીદ્યા અને એ આઇફોનથી રોડ પર એક દિલ આકારની રચના કરી. એની વચ્‍ચે મનપસંદ કન્‍યાને બોલાવીને ઘૂંટણિયે પડીને પ્રપોઝ પણ કર્યું. આ બધો તમાશો જોઈને ક્રાઉડ ભેગું થઈ ગયું અને ફોટો પાડવા લાગ્‍યા. જોકે યુવકે તેને પ્રપોઝ કર્યું એ જોઈને કન્‍યા બહુ ખાસ ઇમ્‍પ્રેસ થઈ હોય એવું લાગ્‍યું નહીં. ઊલટાનું તેણે તો ભાઈના ‘વિલ યુ મેરી મી?' સવાલના જવાબમાં ચોખ્‍ખી ના સંભળાવી દીધી.(

(10:01 AM IST)