તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 28th April 2025
ચીન બાદ વધુ આ એક દેશ આવ્યું:પાકિસ્તાનની બાજુમાં

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન સતત ચોથી રાતથી સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે અને ભારતીય સૈનિકો તેનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા કે ચીને પાકિસ્તાનને J-F17 મિસાઇલ પહોંચાડી દીધી છે અને C-130 હર્ક્યુલસ વિમાન ઇસ્લામાબાદમાં ઉતર્યું હોવાના અહેવાલ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, તુર્કીયેએ ઇસ્લામાબાદને પોતાનો ટેકો આપ્યો છે અને લડાયક સાધનો મોકલ્યા છે. તુર્કીયે વાયુસેનાનું C-130 હર્ક્યુલસ લશ્કરી પરિવહન વિમાન રવિવારે કરાચી પહોંચ્યું, જે લડાયક સાધનો લઈને આવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તુર્કીયેનું આ પગલું બંને દેશો વચ્ચેના વ્યાપક સંરક્ષણ સહયોગનો એક ભાગ છે. એવામાં કરાચીમાં 1 ઉપરાંત, 6 તુર્કીયે C-130 વિમાનો ઇસ્લામાબાદના લશ્કરી મથક પર ઉતર્યા હોવાના અહેવાલ છે, જે પાકિસ્તાનને તુર્કીયેના સમર્થનને મજબૂત બનાવે છે કારણ કે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે પાકિસ્તાન તેની ઇન્ટરનેશનલ બોર્ડર પર વધતા પડકારોનો એકલા સામનો કરવામાં અસમર્થ છે. તુર્કીયે અને પાકિસ્તાની બંને સૂત્રોએ લશ્કરી કાર્ગોના ટ્રાન્સફરની પુષ્ટિ કરી છે. જો કે, શિપમેન્ટની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ તુર્કીયેના આ પગલાને પાકિસ્તાનને મોટા સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
