તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
ભારતની કાર્યવાહીના ડરથી ગભરાયેલ પાકિસ્તાને સાઉદી-બ્રિટનની મદદ માંગી

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાથી ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને નવા દાવપેચ શરૂ કર્યા છે. એવામાં પહેલા પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી હતી. તો હવે ચીન બાદ સાઉદી અરબ અને બ્રિટન પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રીને ફોન કરીને મદદ માંગી. ડારે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે માત્ર ચીન જ નહીં પરંતુ બ્રિટિશ વિદેશમંત્રી ડેવિડ લેમી અને અન્ય પ્રાદેશિક સમકક્ષોને પણ બોલાવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને ફોન કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. ડારના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બંને નેતાઓએ એકપક્ષીય કાર્યવાહી અને વર્ચસ્વવાદી નીતિઓનો વિરોધ કર્યો.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
