<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મેક્સિકોની સરહદ નજીક 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં, મેક્સિકોની સરહદ નજીક આવેલા સાન ડિએગો કાઉન્ટીમાં આજે સોમવારે  (14 એપ્રિલ, 2025)ના રોજ સવારે 10:10 વાગ્યે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી 2.49 માઇલ દક્ષિણમાં નોંધાયું હતું. શરૂઆતના ભૂકંપ પછી તરત જ ઓછામાં ઓછા સાત આફ્ટરશોક નોંધાયા હતા. મળતી માહિતી મુજબ, સાન ડિએગો કાઉન્ટી (San Diego County) એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક કાઉન્ટી (જિલ્લો) છે. તેનું મુખ્ય શહેર છે સાન ડિએગો (San Diego), જે કાઉન્ટીનું સૌથી મોટું શહેર અને મુખ્ય વહીવટી કેન્દ્ર પણ છે.

 

(6:17 PM IST)