તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th April 2025
આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ પર પ્રતિબંધ વિસ્તારમાં જઈ આદિવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરનાર અમેરિકન પ્રવાસીની પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: આંદામાન-નિકોબાર દ્વિપસમૂહ પર આવેલાં પ્રતિબંધિત નોર્થ સેન્ટેીનેલ ટાપુ પર જઇ જેમના અસ્તિત્વ પર જોખમ છે તેવા સેન્ટીનેલીઝ આદિવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરનાર ૨૪ વર્ષના અમેરિકન પ્રવાસી યુવાન મિખાઇલા વિક્ટરોવીચ પોલ્યાકોવની સીઆઇડીએ ૩૧ માર્ચે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અમેરિકન યુવાન કોઇ મંજૂરી વિના જ નોર્થ સેન્ટિનેલ ટાપુ પર પ્રવેશ્યો હતો. સેન્ટિનેલિઝ આદિવાસીઓ દુનિયાના છેલ્લા પ્રિ-નિયોલિથિક આદિવાસીઓ ગણાય છે જેઓ સભ્ય સમાજના સંપર્કમાં નથી. પોલીસે જણાવ્યું હતું કે આ યુવાન ૨૬ માર્ચે પોર્ટ બ્લેર આવ્યો હતો અને કુમાર દેરા બીચ પરથી નોર્થ સેન્ટિનેલ ટાપુ પર જવા તેની બોટમાં રવાના મધરાતે એક વાગ્યે નાળિયેર અને કોલાના કેન સાથે રવાના થયો હતો. તે નોર્થ સેન્ટિનેલ ટાપુ પર સવારે દસ વાગ્યે પહોંચ્યો હતો. ટાપુ પર જઇ તેણે દૂરબીનથી સમગ્ર વિસ્તારનો સર્વે કર્યો હતો પણ તેને કોઇ આદિવાસી દેખાયો નહોતો.તેણે એક કલાક સુધી બોટમાં રાહ જોયા બાદ પાંચ મિનિટ માટે બીચ પર ઉતર્યો હતો. તેણે નાળિયેર અને કોલાને બીચ પર મુકી રેતીના નમૂના એકત્ર કરી વિડિયો બનાવી પોતાની બોટ પર પાછો ફર્યો હતો. બપોરે એક વાગ્યે પરત આવવા રવાના થયેલો અમેરિકન સાંજે સાત વાગે કુર્મા દેરા બીચ પર પહોંચતાં જ સ્થાનિક માછીમારે તેને જોયો હતો.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
