તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th March 2025
ઇઝરાયલની નાકાબંધીના કારણોસર હજારો બાળકો પર મંડરાઈ રહ્યું છે મોત

નવી દિલ્હી: મુસ્લિમો માટે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝામાં ક્રૂરતા આચરવાનું હજુ સુધી બંધ કરવામાં આવ્યું નથી. ઈસ્લામિક રિલીફ નામના સમૂહ દ્વારા જણાવ્યાનુસાર ઈઝરાયલે ગાઝાબંધીની નાકાબંધી કરીને તમામ વીજળી, પાણીનો પૂરવઠો અટકાવીને ફરી એકવાર સામૂહિક રીતે ગાઝાવાસીઓને દંડિત કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગાઝાના લોકોને પીવાના પાણી સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે અને આવી જ સ્થિતિને પગલે નિષ્ણાતો એટલી હદે ચિંતિત છે કે તેમણે કહ્યું કે જો આવી જ સ્થિતિ હજુ થોડા દિવસો યથાવત્ રહી તો ગાઝામાં બાળકો સહિત અનેક લોકોના ટપો ટપ મૃત્યુ થવા લાગશે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝાના સંચાલક હમાસ વચ્ચેના યુદ્ધને કારણે અત્યાર સુધી 48503 ગાઝાવાસીઓ જ્યારે 1163 જેટલા ઈઝરાયલીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. ગાઝામાં ઈઝરાયલની નાકાબંધીને કારણે ઈંધણની સપ્લાય પણ અટકી ગઈ છે જેના કારણે હોસ્પિટલોને પણ ભારે તકલીફ વેઠવી પડી રહી છે. કેમ કે જનરેટર ચલાવવા માટે પણ તેમની પાસે ઈંધણ નથી. આ મામલે પ્રકાશ પાડતાં ઈસ્લામિક સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઈઝરાયલ પર દબાણ વધારવા હાકલ કરવામાં આવી હતી કે જેથી કરીને ગાઝા પટ્ટીમાંથી નાકાબંધી હટી શકે અને ત્યાંના લોકોનું જીવન ફરી પાટે ચઢી શકે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં હમાસનું સંચાલન છે અને છેલ્લા ઘણાં વર્ષોથી હાલમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી છે ત્યારે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગાઝા પટ્ટી પર નજર બગાડી ચૂક્યા છે. તેઓ ગાઝા પટ્ટીને ખરીદવાની વાતો પણ કરી ચૂક્યા છે. જોકે મોટાભાગના મુસ્લિમ દેશોએ ટ્રમ્પના ઈરાદાઓનો એકસૂરમાં વિરોધ કર્યો હતો.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
