તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th March 2025
પાકિસ્તાનમાં ટ્રેન થઇ હાઇજેક:થયો મોટો ધડાકો

નવી દિલ્હી: પાકિસ્તાનનો અશાંત વિસ્તાર બલુચિસ્તાન એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે અહીં બલુચ લિબરેશન આર્મી (BLA) દ્વારા એક ટ્રેન હાઇજેક કરવામાં આવી છે. જેમાં 450થી વધારે મુસાફરો હતાં. BLA તરફથી કથિત રૂપે રજૂ કરવામાં આવેલું એક નિવેદન સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 'જો અમારી સામે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો ટ્રેનમાં હાજર તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.'બલુચિસ્તાનની સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આખરે BLA એ કેવી રીતે ટ્રેન હાઇજેક કરી લીધી હતી. બલુચિસ્તાન પ્રાંતના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે, બોલાનમાં મસ્કાફના એક વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો છે. ટ્રેનનો ડ્રાઇવર હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરક્ષા દળને હાલ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર પહાડી વિસ્તાર છે અને સુરક્ષા દળ ત્યાં પહોંચી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, બોલાન વિસ્તારમાં ટ્રેન ટનલની અંદર પહોંચી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેન સવારે 9 વાગ્યે ક્વેટાથી રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ટનલ નંબર 8માં પહોંચી તો ટ્રેક પર ધડાકો થયો અને ટ્રેન થોભી ગઈ. હુમલાખોરોઐએ ટ્રેનના એન્જિન પર ફાયરિંગ કર્યું હતું જેના કારણે એક ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
