News of Monday, 10th March 2025
ઓએમજી..... સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી રહે છે જામરનું જોખમ

નવી દિલ્હી: ડૉક્ટરની સલાહ વિના જાતે જ લાંબા સમય સુધી સ્ટીરોઈડ આઇ ડ્રોપ્સનો ઉપયોગ ઝામરને નોતરી શકે છે. હાલ સમગ્ર દેશમાં 1.19 કરોડથી વધુ લોકો ઝામર એટલે કે ગ્લુકોમાની સમસ્યા ધરાવે છે અને વધુ ચિંતાજનક વાત એ છે કે 10થી વધુને ઝામરથી દ્રષ્ટિની ઝાંખપ આવેલી છે. હાલ 15 માર્ચ સુધી ‘વર્લ્ડ ગ્લુકોમા વીક’ ઉજવાઇ રહ્યું છે ત્યારે ઝામરના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે.
ભારતમાં દ્રષ્ટિ ગુમાવવા પાછળ મોતિયા, રીફ્રેક્ટિવ એરર બાદ ઝામર ત્રીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા ઝામરથી અંધત્વ અટકાવી શકાય છે. ડૉક્ટરોના મતે ઝામરના શરૂઆતના તબક્કામાં દર્દીને કોઈ તકલીફ કે લક્ષણો હોતા નથી અને જેના કારણે ઘણા લોકો તેની સારવારને ગણકારતા નથી.
પરંતુ ઝામરથી એકવાર દ્રષ્ટિને નુકસાન પહોંચે તે પછી દ્રષ્ટિ ફરી આવી શકતી નથી. મોટી ઉંમરની સાથે નાના બાળકોમાં પણ ઝામરની સમસ્યા સર્જાઇ શકે છે અને તે કોન્જેનિટલ ગ્લુકોમા તરીકે ઓળખાય છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
