<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

પાણી નીચેથી મિસાઈલ છોડી શકે તેવી ન્યુક્લિયર સબમરીન ઉત્તર કોરિયાએ બનાવી હોવાની માહિતી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે નવું ટેન્શન ઊભું કર્યું છે. ઉત્તર કોરિયાએ ખતરનાક સબમરીન બનાવી છે. જે અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ખતરારૃપ છે. થોડા સમયપૂર્વે જ પરમાણુ શક્તિથી ચાલતી તેની સબમરીનનું અનાવરણ કર્યું. તેની તસ્વીરો સરકારી મીડિયાએ પ્રસિધ્ધ કરી છે.

દક્ષિણ કોરિયાનાં પાટનગર સીઉલ સ્થિત હાન-યાંગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને સબમરીન એક્સપર્ટ મૂન હ્યુન-સિકે કહ્યું હતું કે આ સબમરીન ૬૦૦૦ કે ૭૦૦૦ રન શ્રેણીની હશે તેમ લાગે છે. તે આશરે ૧૦ મિસાઇલ્સ લઇ જઇ શકે તેવી છે. અહીં મિસાઇલ શબ્દનો અર્થ જ તે છે કે તે મિસાઇલ્સ પરમાણુ શસ્ત્રો લઇ જઇ શકે તેવાં હોઈ શકે તે આપણા માટે (દ.કોરિયા માટે) અને અમેરિકા તેમ બંને માટે ખતરા સમાન છે. અમેરિકાની રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદના પ્રવક્તા બ્રાયન હ્યુજીસે કહ્યું હતું કે અમને તે બંને દાવાની માહિતી છે પરંતુ અમારી પાસે આથી વધુ માહિતી નથી. હ્યુજીસે કહ્યું, 'અમેરિકા, ઉત્તર કોરિયાનાં સંપૂર્ણ પરમાણુ-નિશસ્ત્રીકરણ' માટે પ્રતિબધ્ધ છે.

(6:41 PM IST)