<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ઇઝરાયલે વેસ્ટ બેંકમાં ફસાયેલ 10 ભારતીય શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલી અધિકારીઓએ વેસ્ટ બેન્કમાંથી 10 ભારતીય શ્રમિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. આ લોકોને એક મહિનાથી વધુ સમય સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. આ શ્રમિકો પોતાની આજીવિકા માટે ઈઝરાયલ ગયા હતા, પરંતુ તેમને નોકરી આપવાના બહાને, તેને વેસ્ટ બેન્કના એક ગામમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા. અહેવાલો અનુસાર, ગુરુવારે (છઠ્ઠી માર્ચ) રાત્રે ઈઝરાયલ પોપ્યુલેશન એન્ડ ઈમિગ્રેશન ઓથોરિટી, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ન્યાય મંત્રાલયના સંયુક્ત પ્રયાસ હેઠળ શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે, 'આ શ્રમિકો હવે સુરક્ષિત છે અને તેમને ઈઝરાયલ પાછા લાવવામાં આવ્યા છે. આ કેસ હજુ તપાસ હેઠળ છે, અને અમે આ કામદારોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઈઝરાયેલી અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ'શ્રમિકો વેસ્ટ બેન્કના અલ-જાયેમ ગામમાં ફસાયા હતા. ત્યાં કેટલાક લોકોએ તેના પાસપોર્ટનો ઉપયોગ કરીને ઈઝરાયલમાં ગેરકાયદેર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો. ઈઝરાયલી સૈન્યએ પાસપોર્ટનો દુરુપયોગ શોધી કાઢ્યો અને તેમને તેમના હકદાર માલિકોને પરત કર્યા.

 

(5:20 PM IST)