<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ઓએમજી.....વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક આકરા પગલાંની જાહેરાત કરી વિશ્વને હચમચાવી રહ્યા છે. ટેરિફ વોર બાદ હવે તેમણે આગામી સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત ઘણા દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ પ્રતિબંધ દેશની સુરક્ષા અને જોખમોને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
આ નવો પ્રતિબંધ અમેરિકામાં શરણાર્થીઓ અને સ્પેશિયલ ઈમિગ્રન્ટ્સ તરીકે વસવાટ કરવાની મંજૂરી ધરાવતા હજારો અફઘાનીઓ પર માઠી અસર કરી શકે છે. અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધિત દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશો સમાવિષ્ટ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ટ્રમ્પે અગાઉ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2018માં સાત મુસ્લિમ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી જાહેર કરી હતી. જો કે, બાદમાં બાઈડેને 2021માં આ પ્રતિબંધ દૂર કરતાં કહ્યું હતું કે, ‘આ પ્રતિબંધ અમારા દેશની અંતરાત્મા પર એક ધબ્બા સમાન છે.’

(5:19 PM IST)