તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
બોલિવિયામાં બે બસો વચ્ચે થયેલ અકસ્માતમાં 37ને કાળ ભરખી ગયો:39 જેટલા ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: બોલિવિયાના પોટોસી વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં 37 લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય 37 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર શનિવારે સવારે આશરે 7 વાગ્યે ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર સર્જાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. એક બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો જેના પરિણામે ભયાનક ટક્કર થઇ હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં આ અકસ્માત સર્જાયો છે તે ઉયુની સાલાર દે ઉયુનીનો એન્ટ્રી ગેટ મનાય છે જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને 10000 કિ.મી.થી વધુ અહીં દુનિયાના સૌથી મોટા મીઠાંના અગરિયા આવેલા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે 39 લોકોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
