તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
પાકિસ્તાનમાં લગ્નના પાંચેક મહિના બાદ મહિલા ડોક્ટરને ખબર પડી કે આલીશાન ઘરમાં રહેતાં સાસરિયાં ભીખ માગે છે
સાસરિયાં લક્ઝુરિયસ કારમાં બેસીને ભીખ માગવા જાય છે અને ભીખ સારી મળે એ માટે તેઓ મેકઅપ આર્ટિસ્ટો પણ રાખે છે

કરાંચી તા.૩: પાકિસ્તાનમાં એક મહિલા ડૉક્ટરનાં લગ્ન એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો વ્યવસાય કરનારા શ્રીમંત પરિવારમાં થયાં હતાં, પણ લગ્નના ચારથી પાંચ મહિના બાદ તેને ખબર પડી કે તે જે આલીશાન ઘરમાં રહે છે એ ભીખ માગીને ખરીદવામાં આવ્યું છે. તેનાં સાસરિયાં લક્ઝુરિયસ કારમાં બેસીને ભીખ માગવા જાય છે અને ભીખ સારી મળે એ માટે તેઓ મેકઅપ આર્ટિસ્ટો પણ રાખે છે.
આ મહિલા ડોક્ટર MBBSની ડિગ્રી ધરાવે છે અને તેણે અજાણતાં જ આ ભિખારીઓના ઘરમાં લગ્ન કર્યાં હતાં. પાકિસ્તાની યુટયુબર સૈયદ બાસિત અલીએ આ ડૉક્ટરનો વિડિયો શૅર કર્યો હતો અને એમાં તેણે જણાવ્યું કે તે કરોડો રૂપિયાના અને આધુનિક સુવિધા ધરાવતા ઘરમાં રહે છે. લગ્નના શરૂઆતના ચાર-પાંચ મહિના બધું બરાબર ચાલી રહ્યું હતું. જોકે તેને એ અજુગતું લાગ્યું કે ઘરના લોકો લેન્ડક્રુઝર કે ફૉર્ચ્યુનર જેવી કારમાં બેસીને જતા રહેતા હતા. એક દિવસ તેણે પીછો કર્યો ત્યારે ખબર પડી કે સાસરિયાં ભીખ માગે છે. આ માટે તેમના ઘરમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટો પણ છે. તેઓ અલગ-અલગ જગ્યાએ જઈને ભીખ માગે છે. હવે આ મહિલા ડોક્ટર તેના પિયર આવી ગઈ છે અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.(૩૮.૫)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
