<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

દુનિયાની સૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારુ કપલ ૧૨ વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયું

થાઇલેન્‍ડના એક્કાચાઈ અને તેની પત્‍ની લક્‍સાનાએ ૨૦૧૩માં ૫૮ કલાક ૩૫ મિનિટ સુધી નોનસ્‍ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો હતો

બેંગ્‍કોક,તા.૩: થાઇલેન્‍ડના એક્કાચાઈ અને તેની પત્‍ની લક્‍સાનાએ ૨૦૧૩માં ૫૮ કલાક ૩૫ મિનિટ સુધી નોનસ્‍ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો હતો, પણ આ રેકોર્ડ  બનાવ્‍યાનાં ૧૨ વર્ષ બાદ આ કપલ અલગ થઈ ગયું છે. જોકે આ રેકોર્ડ બનાવવા માટે એક્કાચાઈ ગર્વ મહેસૂસ કરે છે અને જણાવે છે કે તેમની આ કહાની ખાસ છે. આ કપલે પહેલી વાર ૨૦૧૧માં ૪૬ કલાક ૨૪ મિનિટ સુધી લોન્‍ગેસ્‍ટ કિસનો રેકોર્ડ બનાવ્‍યો હતો, પણ ૨૦૧૨માં એક્કાચાઈ બીમાર પડી ગયો એટલે બીજા કપલે આ રેકોર્ડ તોડી નાખ્‍યો હતો. આથી તેમણે ૨૦૧૩માં જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્‍યો હતો. આ રેકોર્ડ વિશે બોલતાં એક્કાચાઈએ એક વાર કહ્યું હતું કે માત્ર પાગલ લોકો જ આવું કરી શકે છે, કોઈ સામાન્‍ય માનવી આવું વિચારી પણ શકે નહીં.(૪૦.૭)

(10:09 AM IST)