News of Tuesday, 25th February 2025
માત્ર ક્રૂડ ઓઇલ જ નહીં પરંતુ આ ખાવાની શક્તિવર્ધક વસ્તુની નિકાસમાં પણ છે સાઉદી આગળ

નવી દિલ્હી: સાઉદી અરેબિયા માત્ર ક્રુડ ઓઇલ જ નહી ખજૂરનો પણ નિકાસકાર દેશ છે. ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલા પવિત્ર રમાદાન માસની થોડાક દિવસોમાં શરુઆત થઇ રહી છે ત્યારે સાઉદી અરબ 70 ટકા જેટલી ખજૂરની નિકાસ કરે છે. રમાદાન (રમઝાન)ના 30 દિવસ દરમિયાન ખજૂર એક ખાસ ફળ ગણાય છે આથી તેનું મહત્વ ખૂબ વધી જાય છે.
સાઉદી અરબના પર્યાવરણ જળ અને કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ખજુરની નિકાસમાં 5.4 ટકા વધારો થયો છે. ખજૂરની વેપાર નિકાસ 1.28 બિલિયન સાઉદી રિયાલ એટલે કે ૩૪૦ મિલિયન અમેરિકી ડોલર છે. કિંગડમ દ્વારા 300થી વધુ પ્રકારની ખજૂરની નિકાસ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર મુજબ 113 દેશોના મૂલ્યમાં સાઉદી અરબ વેપારમાં પ્રથમ સ્થાને છે.
નવાઇની વાત તો એ છે કે સાઉદી અરબ ખજૂરને ખાલી વેચતું જ નહી પરંતુ પવિત્ર રમઝાન પર્વ નિમિત્તે ગિફટ પણ મોકલે છે. સાઉદી અરબે વર્તમાન વર્ષમાં 102 દેશોની સરકારને કુલ 700 ટન જેટલી ખજૂર ભેટ મોકલી છે. દર વર્ષે ખજૂરની ગીફટ, ભેટની પરંપરા પણ જાળવી રાખી છે. આ પ્રોગ્રામની દેખરેખ ઇસ્લામિક અફેયર મિનિસ્ટ્રી ઓફ સઉદી અરબ દ્વારા રાખવામાં આવે છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
