<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ટ્ર્મપે અમેરિકન સેનાના ટોપ જનરલની હકાલપટ્ટી કરી હોવાના સમાચાર

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે (21 ફેબ્રુઆરી) ટ્રમ્પે અમેરિકન સેનાના ટૉપ મિલિટ્રિ જનરલને બરતરફ કરી દીધા છે. જોઇન્ટ ચીફ્સ ચેરમેન જનરલ ચાર્લ્સ ક્યુ. બ્રાઉન જુનિયરને ટ્રમ્પે સેવામાંથી બરતરફ કરી દીધા છે. અમેરિકામાં આ પહેલીવાર થયું છે, જ્યારે સત્તામાં ફેરફારથી દેશના સિનિયર સૈન્ય અધિકારીને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હોય.
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે જનરલ સી.ક્યુ. બ્રાઉનને જોઇન્ટ ચીફ્સ ચેરમેનના પદથી દૂર કરવાના એલાન સાથે કહ્યું કે, હવે તેમની જગ્યા અમેરિકાના વાયુ સેનાના રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ ડૈન કૈન લેશે.  લેફ્ટિનેન્ટ ડૈન કૈન F-16 ફાઇટર જેટના પૂર્વ પાયલોટ રહી ચુક્યા છે અને ગત વર્ષે સીઆઈએમાં મિલિટ્રી અફેર્સના અસોસિએટ ડિરેક્ટરના પદ પર હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે સી.ક્યુ. બ્રાઉનને બરતરફ કરવાની જાહેરાત સોશિયલ પ્લેટફોર્મ ટ્રૂથ પર એક પોસ્ટમાં કરી છે. વળી, આ પોસ્ટમાં તેમણે સંકેત આપ્યો કે, આવાનારા સમયમાં સેનામાં મોટા બદલાવ થઈ શકે છે. સામાન્ય રીતે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફેડરલ સરકારના બદલાતાં સામાન્ય રીતે દેશના ટોચના સૈન્ય અધિકારીઓની ભૂમિકામાં કોઈ બદલાવ કરવામાં નથી આવતો. નોંધનીય છે કે, જનરલ ચાર્લ્સ ક્યુ. બ્રાઉન જુનિયર જોઇન્ટ ચીફ્સ ચેરમેનના પદને સંભાળનાર બીજા આફ્રિકી-અમેરિકન (અશ્વેત) હતાં. તેમણે 'બ્લેક લાઇવ્સ મેટર' ચળવળને પોતાનું સમર્થન આપ્યું હતું.

 

(5:35 PM IST)