<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

થોડાજ કલાકોમાં દુનીયાંનું સૌથી સૌથી સ્માર્ટ AIને લોન્ચ કરવાની વાત મસ્કે ટ્વીટર દ્વારા કરી

નવી દિલ્હી: ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે થોડા જ કલાકોમાં દુનિયાનું સૌથી સ્માર્ટ AIને લોન્ચ કરવામાં આવશે. ઇલોન મસ્કે ટ્વિટરને ખરીદીને X નામ આપ્યું છે અને હવે XAI એટલે કે ગ્રોક 3 ને ઇલોન મસ્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. ગ્રોક 3 એ ઇલોન મસ્કની કંપનીનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને લેટેસ્ટ AI મોડલ છે. આ AIને લાઇવ ડેમોની સાથે લોન્ચ કરવામાં આવશે. તેમ જ એને અત્યાર સુધીનું દુનિયાનું સૌથી સ્માર્ટ AI તરીકે ઇલોન મસ્ક જણાવે છે. ઇલોન મસ્ક દ્વારા ચેટજીપીટીને ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. OpenAIના ચીફ એક્સીક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન દ્વારા એ ઓફરને ઠુકરાવી દેવામાં આવી હતી. ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ત્યારથી લઈને અત્યાર સુધી હજી પણ તૂ-તૂ મેં-મેં ચાલતી રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એકમેક વિરુદ્ધ કમેન્ટ કરતાં રહે છે. તેમ જ ઇલોન મસ્ક હજી પણ ચેટજીપીટી ખરીદવા માટે તૈયાર છે, પરંતુ તેની શરત એટલી છે કે એને નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવે. જોકે આ માટે ઇનવેસ્ટર્સ તૈયાર નથી. આથી ઇલોન મસ્ક દ્વારા પોતાનું જ AI બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.

ઇલોન મસ્ક દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ પોસ્ટ અનુસાર અમેરિકામાં સોમવારે સાંજે 8 વાગ્યે ગ્રોક 3ને લાઇવ ડેમો સાથે લોન્ચ કરવામાં આવશે. એટલે કે આ AI ભારતમાં મંગળવારે સવારે 9:30ની આસપાસ લોન્ચ કરવામાં આવશે.

ગ્રોક ૩ને XAIના સૂપરકમ્પ્યુટરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ AIના મોડલને આઠ મહિનાની અંદર બનાવવામાં આવ્યું છે. એમાં 100000 NVIDIA GPU છે અને એને ઘણાં કલાકોની ટ્રેઇનિંગ આપવામાં આવી છે. આ AIને ચોક્કસ જવાબ આપવા, ખોટી માહિતીને દૂર કરી ફક્ત સાચી માહિતી આપવાની સાથે સવાલ-જવાબ અને ફીડબેક પરથી શીખવા માટે ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવી છે. ગ્રોક 2 કરતાં આ AI ત્રણ ઘણું વધુ પાવરફુલ છે.

(6:42 PM IST)