<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

લઘુ ગ્રહના અથડાવાના જોખમ વચ્ચે ચીને ડિફેન્સ સિસ્ટમ પણ કરી દીધી ઉભી

નવી દિલ્હી:  ભારતનો સમાવેશ 'રિસ્ક ઝોન'માં કરવામાં આવ્યો છે. કોઈ નવો વાયરસ કે પછી યુદ્ધ નથી થઈ રહ્યું, પરંતુ અવકાશને લઈને પૃથ્વી સંકટમાં છે. એ પણ ખાસ કરીને ઈન્ડિયા અને તેની આસપાસના કેટલાક દેશ. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ખૂબ જ મોટો ગ્રહ એટલે કે એસ્ટ્રોઇડ 2024 YR4 પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યો છે. આ ગ્રહ પૃથ્વી સાથે અથડાઈ એવૉ ચાન્સ પહેલા એક ટકા હતો. પરંતુ હવે એ ડબલ થઈને બે ટકા થઈ ગયો છે. આ એસ્ટ્રોઇડને 'ધ સિટી ડિસ્ટ્રોયર' તરીકે ઓળખવામાં આવે છે અને એ પહોળાઈમાં 40 થી 100 મીટરનો છે. આ એસ્ટ્રોઇડ 2032ની ડિસેમ્બર આસપાસ પૃથ્વી સાથે અથડાઈ શકે છે. NASA અને ESAનું કહેવું છે કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ન અથડાઈ એવૉ ચાન્સ ખૂબ વધુ છે. છતાં બે ટકા ચાન્સ છે કે અથડાઈ શકે. આ માટે તેમના દ્વારા રિસ્ક કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિસ્ક કોરિડોરમાં એવૉ દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના પર તેની અસર થઈ શકે. NASAના કેટાલિના સ્કાઈ સર્વે પ્રોજેક્ટના ડેવિડ રેન્કિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રિસ્ક કોરિડોરમાં સાઉથ અમેરિકા થી શરૂ થઈ પેસિફિક ઓશનથી લઈને સાઉથર્ન એશિયા અને આફ્રિકા નો સમાવેશ થાય છે. આ કોરિડોરમાં ઈન્ડિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, યૂથોપિયા, નાઇજિરિયા, સુડાન, વેનેઝુએલા, એક્વાડોર, અને કોલમ્બિયા નો સમાવેશ થાય છે.

(6:41 PM IST)