તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર ન થતા ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પ્લેન રજુ કર્યો હતો. જેને લઈને અરબ દુનિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, 'પેલેસ્ટિનિયનોને ગાઝા અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ અરબ દેશોને અસ્વીકાર્ય છે. અરબ દુનિયા છેલ્લા 100 વર્ષથી આ વિચાર સામે લડતા રહી છે.' આ સિવાય જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્રિતીયએ પણ ટ્રમ્પને સાથે બેઠકમાં જણાવ્યું હતું કે, 'મારો દેશ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવા અંગેના કોઈ પણ પ્રયાસને સ્વીકારશે નહીં. અમે માનવીય આધારે 2000 બિમાર બાળકોને શરણ આપીશું.' કિંગ અબ્દુલ્લા દ્રિતીયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પર અમેરિકા નિયંત્રણ મેળવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું અને ત્યાં એક પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહી હતી. આ વાત પેલેસ્ટિનિયનોને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી નાખવા માટેની છે. જે અરબ દેશોને કોઈ પણ સંગોજોમાં સ્વીકાર્ય નથી. ટ્રમ્પે બેઠકમાં કિંગ અબ્દુલ્લાને કહ્યું હતું કે, 'અમે ગાઝા પર નિયંત્રણ મેળવીશું અને તેને જાળવી રાખીશું. જો કે, હું વ્યક્તિગત રીતે ત્યાં કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીશ નહીં.' ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવાની કોશિશ કરતા કિંગ અબ્દુલ્લાહે કહ્યું હતું કે, ઈજીપ્ત આ મુદાને લઈને એક વ્યાપક યોજના બનાવી રહ્યું છે. આપણે રાહ જોવી જોઈએ કે ઈજીપ્ત શું પ્રસ્તાવ લાવે છે અને પછી અમે રિયાધમાં આ પ્રસ્તાવ અંગે ચર્ચા કરીશું.' ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પણ ગાઝાનું પુનર્નિર્માણ કરવાનું સમર્થન કર્યું હતું. પરંતુ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવાની યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
