તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
મેક્સિકોમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં આગ લાગતાં ૪૧ લોકોના મોત
અકસ્માત પછી જે તસવીરો સામે આવી છે તે જોઈને કલ્પના કરી શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો

મેકિસકો, તા.૧૨: મેક્સિકોમાં તાજેતરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ ભયાનક અકસ્માત શનિવારે વહેલી સવારે દક્ષિણ રાજ્ય ટાબાસ્કોમાં બન્યો હતો, જેમાં ૪૧ લોકો માર્યા ગયા હતા. બસ અને ટ્રક એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. મેક્સિકન સરકારના જણાવ્યા અનુસાર, બસમાં સવાર ૪૮ લોકોમાંથી ૩૮ મુસાફરો અને બંને ડ્રાઇવરોના મોત થયા હતા. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું પણ મોત થયું હતું. ટક્કર પછી તરત જ બસમાં આગ લાગી ગઈ, જેના કારણે લોકોને જીવ બચાવવાની તક મળી નહીં. આગને કારણે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.
અકસ્માત પછી જે તસવીરો સામે આવી છે તે જોઈને અંદાજ આવી શકે છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બળી ગઈ હતી. ‘‘અત્યાર સુધી ફક્ત ૧૮ ખોપરીઓ મળી આવી છે; બાકીની ખોપરીઓની શોધ ચાલી રહી છે,'' નામ ન આપવાની શરતે ટાબાસ્કો સુરક્ષા સૂત્રએ જણાવ્યું. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘‘જે બન્યું તેના માટે તેઓ ખૂબ જ દુઃખી છે'', અને ઉમેર્યં હતું કે તેઓ શું થયું તે નક્કી કરવા માટે અધિકારીઓ સાથે કામ કરી રહયા છે અને બસ ગતિ મર્યાદામાં મુસાફરી કરી રહી હતી કે નહીં.
મેક્સિકોમાં માર્ગ અકસ્માતોમાં વધારોઃ
ગયા વર્ષે ઓક્ટોબરમાં મેક્સિકોમાં એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૯ લોકોના મોત પણ થયા હતા. જે ટ્રકમાં તે મકાઈ લઈ જઈ રહ્યો હતો તે અકસ્માતનો ભોગ બન્યો. ઝાકાટેકાસમાં હાઇવે પર મુસાફરોને લઈ જતી એક બસ અકસ્માતગ્રસ્ત થઈને ખાડામાં પડી ગઈ. ૨૦૨૦ થી મેક્સિકોમાં ટ્રાફિક અકસ્માતોમાં વધારો થયો છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૦ માં ૩ લાખ અકસ્માતો થયા હતા. જ્યારે અહીં વર્ષ ૨૦૨૨માં ૩૮૧,૦૪૮ અકસ્માતો થયા હતા.(૨૩.૫)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
