તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
સ્વાસ્થ્યને જોખમાવતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોનું યુએસમાં ભયંકર દુષ્પરિણામ જોવા મળ્યું

નવી દિલ્હી: વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ શનિવારે રજૂ કરાયું હતું, જેમાં આર્થિક સર્વેના એક મહત્ત્વપૂર્ણ સૂચનની અવગણના કરવામાં આવી હતી. સૂચન હતું, ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર ‘સિન ટેક્સ’ લગાવવાનું. ‘સિન ટેક્સ’ એક એક્સાઈઝ ટેક્સ છે, જે માણસો માટે હાનિકારક માનવામાં આવતી વસ્તુઓ, જેમ કે દારૂ, ડ્રગ્સ, તમાકુ, ગુટખા, પાન મસાલા, સિગરેટ, બીડી, જુગાર અને સોફ્ટ ડ્રિંક્સ સહિત તમામ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો પર લાદવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ‘સિન’નો અર્થ ‘પાપ’ થાય છે, તેથી ‘સિન ટેક્સ’ને સાદી ભાષામાં ‘પાપ કર’ કહેવામાં આવે છે. લોકો આવા હાનિકારક પદાર્થોના સેવનથી દૂર રહે, એ માટે આ કરને 'પાપ કર' કહેવામાં આવે છે. તેને સમ્પ્ચ્યુરી ટેક્સ (sumptuary tax) અથવા વાઈસ ટેક્સ (vice tax) તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ છે- હા. ભારતમાં સિન ટેક્સ લાગે તો છે, પણ બધી વસ્તુઓ પર નહીં. નશાકારક પદાર્થો પર ભારત સરકાર 'સિન ટેક્સ' તરીકે 28 ટકા GST વસૂલે છે. ઉદાહરણ તરીકે, હાલમાં સિગરેટ પર 52.7 ટકા, ધૂમ્રપાન રહિત તમાકુ પર 63 ટકા અને બીડી પર 22 ટકા કર વસૂલવામાં આવે છે. જોકે, ‘પાપ કર’ના દાયરામાંથી સ્વાસ્થ્યને હદઉપરાંત નુકશાન કરતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો બાદ રહી જાય છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
