<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમેરિકામાં સાત લાખ ગેરકાયદે ભારતીયો હોવાનો દાવો કરવામાં આવ્યો

નવી દિલ્હી: અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) ભારતીય નાગરિકોને લઈને ભારત પહોંચ્યું હતું. અમૃતસર શહેરમાં ઉતરનારી આ ફ્લાઇટમાં 104 ભારતીય નાગરિક સવાર હતાં, જેના પર અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો આરોપ છે. ગેરકાયદે પ્રવાસીઓને બહાર મોકલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત માસ ડિપોર્ટેશન અભિયાન હેઠળ ભારત આવનારી આ પહેલી દેશનિકાલ ફ્લાઇટ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે સંભવિત વૉશિંગ્ટનની યાત્રા કરવાના છે. જોકે, અમેરિકાએ આ પહેલાં જ ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલી દીધા છે. વડાપ્રધાન અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. જોકે, ગત અઠવાડિયે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી અને એકબીજાના વખાણ કર્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, બંનેની વાતચીત દરમિયાન ઇમિગ્રેશન પર ચર્ચા થઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાએ 18 હજાર ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓની ઓળખ કરી છે, જેને પરત મોકલવામાં આવશે. જોકે, અમુક રિસર્ચ એવું જણાવે છે કે, આ સંખ્યા લાખોમાં છે.

 

(5:46 PM IST)