તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 30th January 2025
ચીનની એક કંપનીએ તેના તમામ કર્મચારીઓને અનોખી રીતે કરી બોનસની વહેંચણી

નવી દિલ્હી: ચીનની એક કંપનીએ તેના કર્મચારીઓને બોનસની વહેંચણી એવી રીતે કરી કે તે દુનિયામાં તેની ચર્ચા શરુ થઈ ગઈ. આ ચાઈનીઝ ફર્મ ક્રેન્સ બનાવે છે અને તેનું નામ છે 'હેનાન માઈનિંગ ક્રેન કંપની લિમિટેડ' એક ટેબલ પર 11 મિલિયન સિંગાપોર ડોલર અથવા 60 મિલિયન યુઆન (લગભગ 70 કરોડ રૂપિયાથી વધુ) ફેલાવેલા પડ્યા છે અને તેના કર્મચારીઓને તેઓ કહે છે કે જેટલુ ગણી શકો તેટલું લઇ લો. રિપોર્ટ અનુસાર, હેનાન માઇનિંગ દ્વારા તેના કર્મચારીઓને બોનસ આપવાની આ રીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. ક્રેન કંપનીએ લગભગ 70 મીટર સુધી ચીની ચલન ફેલાવેલું હતું અને તેના કર્મચારીઓને ટાઈમલાઈન આપવામાં આવી હતી. કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે જેટલી રોકડ લઈ શકો તેટલી રકમ લેવા માટે તમારી પાસે 15 મિનિટનો સમય છે. આ માટે, કંપનીએ દરેક 30 કર્મચારીઓની ટીમ બનાવી હતી અને દરેકને એક પછી એક તક આપી હતી.
કંપની દ્વારા 25 જાન્યુઆરીના રોજ આ સ્પેશિયલ બોનસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, જ્યારે કોઈ કંપની બોનસ આપે છે, ત્યારે કર્મચારીઓ ઉત્સાહિત થઈ જાય છે અને જો આ બોનસની જો કીઓ લિમીટ જ ન હોય તો તો કહેવાનું જ શું! આ અનોખા બોનસનો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Douyin' અને 'Weibo' પર વાયરલ થઈ રહ્યો છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
