News of Wednesday, 29th January 2025
સુનિતા વિલિયમ્સને બચાવવા માટે ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે મદદ માંગી હોવાના સમાચાર

નવી દિલ્હી: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અનેક મહિનાઓથી અંતરિક્ષમાં છે. હવે તેની મદદ માટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે મદદ માંગી છે. ઈલોન મસ્કે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે, મેં ઈલોન મસ્ક અને સ્પેસએક્સને આપણાં બે બહાદુર અંતરિક્ષયાત્રીને મળવા માટે કહ્યું છે, જેઓને બાઈડેન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે. તેઓ ઘણાં મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યાં છે. ઈલોન ટૂંક સમયમાં આ દિશામાં કામ કરશે. આશા છે કે બધાં સુરક્ષિત રહેશે. ઈલોનને મારી શુભકામનાઓ'. નોંધનીય છે કે, આ બંને અંતરિક્ષયાત્રી 2024થી સ્પેસ સ્ટેશન પર છે. સ્પેસએક્સના સીઈઓએ દાવો કર્યો કે, આ ભયાનક હતું કે, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનના તંત્ર દ્વારા તેઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં આટલા લાંબા સમય સુધી ફસાયેલા છોડી દેવામાં આવ્યા હતાં. જોકે, નાસાએ પોતાના ક્રૂ-9 મિશનના ભાગ રૂપે બંને અંતરિક્ષ યાત્રીને પરત લાવવા માટે ઘણાં મહિના પહેલાં જ સ્પેસએક્સને સામેલ કરી દીધું હતું. મસ્કે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સ પાસેથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષ યાત્રીઓને જલ્દીથી જલ્દી ઘરે લાવવા માટે કહ્યું છે, અમે જલ્દી જ આ કરીશું.'
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
