તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
હમાસે 4 ઇઝરાયલી સૈનિકોને મુક્ત કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: હમાસે 16 મહિના બાદ ચાર ઈઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કર્યા. આ સૈનિકોનું 2023માં નહલ ઓજ બેઝ પર હુમલા દરમિયાન અપહરણ થઈ ગયુ હતું. ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝામાં સીઝફાયર કરાર હેઠળ બંધકોની આ બીજી અદલા-બદલી છે.હમાસે લગભગ 16 મહિનાની કેદ બાદ ચાર ઈઝરાયલી મહિલા સૈનિકોને ગાઝાથી મુક્ત કર્યા છે. આ તમામ ઈઝરાયલી સૈનિક રહી ચૂક્યા છે, જેમની ઓળખ 19 વર્ષની લિરી અલબાગ, 20 વર્ષીય ડેનિએલા ગિલબોઆ, 20 વર્ષીય કરીના એરિએવ અને 20 વર્ષની નામા લેવી તરીકે કરવામાં આવી છે. આ તે સાત મહિલા સૈનિકોમાં સામેલ હતી, જેમને 7 ઓક્ટોબર 2023એ નહલ ઓજ બેઝ પર હુમલા દરમિયાન હમાસે અપહરણ કરી લીધું હતું. આ હુમલામાં 1,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ જાહેરાત કરી છે કે મુક્ત કરવામાં આવેલા સૈનિકોના સ્વાગતની તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. મેનપાવર ડાયરેક્ટરેટ અને મેડિકલ કૉર્પ્સએ પ્રારંભિક સ્વાગત કેન્દ્ર સ્થાપિત કર્યા છે. જ્યાં આ સૈનિકોની મેડિકલ તપાસ અને મદદ કરવામાં આવશે. તે બાદ તેમને હોસ્પિટલોમાં સ્થળાંતરિત કરવામાં આવશે, જ્યાં તે પરિવારની સાથે મળી શકશે અને આગળની સારસંભાળ પ્રાપ્ત કરશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
