તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
પૃથ્વીની પરિભ્રમણ પણ ધીમી પડી જાય તેવો ડેમ ચીન બનાવી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન ઈસ્ટર્ન તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. ચીનના આ પ્રોજેક્ટ પર ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આખી દુનિયામાં ચીનના આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. ચીન આ ડેમની મદદથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પૂર્વોત્તરમાં પૂર અને દુષ્કાળ ચીનના હાથમાં રહેશે. ઉત્તર-પૂર્વના બે મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ચીનના પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા છે. ચીન વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ બનાવવા જઇ રહ્યું છે. જે અત્યાર સુધીના સૌથી મોટા ડેમ થ્રી ગોર્જ્સ કરતા ત્રણ ગણો મોટો હશે. આ અંગે ભારતમાં ભારે હોબાળો મચી ગયો છે. કારણ કે ચીન આ ડેમ પૂર્વી તિબેટમાં બનાવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના નિર્માણથી પૃથ્વીના પરિભ્રમણની ગતિમાં ફરક પડશે, કારણ કે તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે થ્રી ગોર્જ્સના કારણે પૃથ્વીની ગતિમાં ફેરફાર થયો છે. એવામાં હવે તેનાથી ત્રણ ગણો મોટો ડેમ મોટા ફેરફાર લાવશે. હાલમાં જ અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ બંધને લઈને ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે ડેમ પર વાત કરતા અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચેતવણી આપી હતી કે ચીન તેનો ઉપયોગ વોટર બોમ્બ તરીકે કરી શકે છે. ભારતીય સરહદ પાસે યાર્લુંગ ત્સાંગપો નદી પર બની રહેલા પાવર પ્લાન્ટ પર ધ્યાન દોરતા તેમણે કહ્યું કે તે 60 હજાર મેગાવોટ વીજળી પેદા કરી શકે છે. નદી સિયાંગ તરીકે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં વહેતા પહેલા આસામમાં બ્રહ્મપુત્રા બની જાય છે. વિશ્વના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમનું નિર્માણ અરુણાચલ પ્રદેશ, આસામ અને બાંગ્લાદેશના લાખો લોકોના જીવનને અસર કરી શકે છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
