તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ગિના સ્ટીવર્ટ દુનિયાની સૌથી હોટ અને ગ્લેમરસ દાદી
જાણો સુંદરતા અને જુવાનીનું રહસ્ય! પોતાની અસલી ઉંમર કરતાં ઘણી નાની દેખાય છે

લંડન, તા.૨૪: વધતી ઉંમરની અસર તમારી સ્કિન પર સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય શારીરિક મહેનત વાળું કામ ન થાય તો પણ ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. મોટાભાગના લોકોને આવી બાબતોનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમની ઉંમર પર કોઈ અસર થતી નથી. આજે અમે તમને એવી જ એક મહિલા સાથે મળાવવા જઈ રહ્યા છીએ, જે નાનકડી છોકરી જેવી દેખાય છે, પરંતુ તેની હકીકત જાણીને તમારા હોશ ઉડી જશે. એટલું જ નહીં, ઉંમર વિશે સાંભળ્યા પછી તો તમે કહેશો કે આ તો ઘરડી થઈ ગઈ તેમ છતાં જવાન અને સુંદર લાગે છે. આ મહિલાનું નામ ગિના સ્ટીવર્ટ છે, જેને દુનિયાની સૌથી યુવાન દાદી માનવામાં આવે છે. હા, મેં સાચું સાંભળ્યું, આ સ્ત્રી નાની ઉંમરે જ દાદી બની ગઈ છે. હાલમાં જ ગિનાએ પોતાની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય લોકો સામે રાખ્યું હતું, જેના વિશે જાણીને નવાઈ લાગશે.
દુનિયાની ‘‘હોટેસ્ટ દાદી'' કહેવાતી ગિનાએ ઘરડા થવાના સંકેતો સામે લડવાનું રહસ્ય જણાવતા કહયું હતું કે લોકો ઘણીવાર મને ખૂબ જ નાની ઉંમરની સમજે છે. મારી ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય નારંગી છે. પ્લેબોય મોડેલ અને ત્રણ બાળકોની દાદી માને છે કે હેલ્ધી ફૂડની ટેવ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમું કરી શકે છે. અંગ્રેજી વેબસાઈટ મિરર સાથેની વાતચીતમાં ગિનાએ કહ્યું કે મારી ઉંમર ૫૪ વર્ષ છે, પરંતુ હું હજુ પણ મહેનત કરું છું. મને લાગે છે કે હું મારી ઉંમરના એ પડાવ પર છું, જ્યાંથી હું મારી જાતને સ્વસ્થ રાખી શકું છું અને સારી દેખાઈ શકું છું. મને લાગે છે કે આપણી રોજિંદી ખોરાકની ટેવો, થોડી કસરત અમુક અંશે ઘરડા થતા અટકાવી શકે છે. ગ્લેમરસ ઈન્ફ્લુએન્સરે યુવાન દેખાવા માટે નારંગીને પોતાનો ફેવરિટ ખોરાક તરીકે જણાવ્યો હતો. ગિના સ્ટુઅર્ટનું નામ ક્રિકેટર શેન વોર્ન સાથે પણ જોડાયું હતું.
ગિનાએ આગળ જણાવ્યું કે ‘‘નારંગી માત્ર સ્વાદિષ્ટ અને તાજગીસભર ફળ જ નથી, પરંતુ તે આરોગ્યને પ્રોત્સાહન આપવા અને વધતી ઉંમરના લક્ષણો સામે લડવાની કુદરતી શક્તિ પણ છે''. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી ગિનાનું માનવું છે કે નારંગી ઘરડા થવાના લક્ષણોને રોકે છે. નારંગીમાં ઉચ્ચ માત્રામાં વિટામિન સી હોય છે અને કોલેજનના ઉત્પાદનમાં તેમની ભૂમિકા હોય છે. એવું પણ માનવામાં આવે છે કે તેનાથી ચહેરા અને શરીરના અન્ય ભાગોની કરચલીઓ ઓછી થઈ જાય છે. ગિનાએ એવો દાવો પણ કર્યો હતો કે નારંગીમાં રહેલા કુદરતી સાઇટ્રિક એસિડ મળત ત્વચાના કોષોને દૂર કરી શકે છે અને કાળા ડાઘ, ફોલ્લીઓ હળવા કરી શકે છે. યુકેની નેશનલ હેલ્થ સિસ્ટમ (એનએચએસ)એ પણ પુષ્ટિ કરી છે કે નારંગીમાં વિટામિન સી ઘા રૂઝવવામાં મદદ કરે છે. એનએચએસ અનુસાર, નારંગી અથવા અન્ય સાઇટ્રસ ફળો વિટામિન સીના સારા સ્રોત છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
