News of Tuesday, 21st January 2025
ઇઝરાયલે પેલેસ્ટાઇનના 90 નાગરિકોને મુક્ત કર્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: ગાઝામાં તોપના નાળચા શાંત થવાથી પેલેસ્ટાઇનીઓમાં આનંદ છે તો ઇઝરાયલમાં ત્રણ મહિલા કેદીની મુક્તિ છતાં પણ આ ડીલને લઈને ઘણી શંકા છે. ગાઝાવાસીઓએ સવા વર્ષમાં પહેલી વખત આકાશ આટલું શાંત જોયું, નહીંતર ઇઝરાયલના પ્લેનોના વિસ્ફોટોથી સતત હણહણતું જ રહેતું હતું. જો કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેમાં પણ વિપરીત સ્થિતિ વચ્ચે ઉજવણીનું વાતાવરણ તો છે.
ઇઝરાયલના પ્રતિબંધો હટવાની સાથે માનવતાવાદી સહાય લઈને આવેલી ૬૦૦થી વધુ ટ્રકોને અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય છોડવામાં આવેલા ઇઝરાયલી બંધકની હોસ્પિટલ ચકાસણી કરવામાં આવ્યા પછી હેલિકોપ્ટરમાં ઘરે મોકલી દેવાયા છે.
હમાસની કેદમાંથી છૂટેલી બ્રિટિશ ઇઝરાયલી એમિલી ડમરી દક્ષિણ ઇઝરાયલમાં આઇડીએફ કેમ્પમાં તેની માતાને મળી. હમાસના આતંકવાદીઓની ગોળીઓ વાગતા તેણે તેની બે આંગળી ગુમાવી હતી. જ્યારે ડોરોન સ્ટીનબ્રેચર ૪૭૧ દિવસ સુધી હમાસની કેદમાં રહ્યા પછી પોતાની માને મળી. હમાસની કેદમાથી છૂટેલી રોમી ગેનોન પણ તેની માતાને મળી. તેને નોવા ફેસ્ટિવલમાં ભાગતી વખતે હમાસના આતકવાદીઓએ પકડી લીધી હતી.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
