<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ગાઝામાં 46 હજારનો ભોગ લીધા બાદ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ માટે સમંત થયા હોવાની માહિતી

નવી દિલ્હી: અનિશ્ચિતતા, અવિશ્વાસ અને આશંકાના વાતાવરણ વચ્ચે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધવિરામ કરારને સિક્યોરિટી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની આગેવાની હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયેલના પ્રસારમાધ્યમોમાં આ ડીલને બંધકોને છોડવા માટેનું ડીલ માનવામાં આવે છે.  ઇઝરાયેલની સિક્યોરિટી કેબિનેટે આ ડીલ માટે મંજૂરી આપી દીધી છે. હવે સમગ્ર વિશ્વની નજર આ ડીલનો કેટલો, કેટલી હદ સુધીનો અમલ થાય તેના પર નજર છે. અગાઉ પણ ડીલ કરવાના પ્રયત્નો થઈ ચૂક્યા હતા, પરંતુ તેમા નિષ્ફળતા મળી હતી. આ ડીલ આગામી સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો માર્ગ પ્રશસ્ત કરે તેમ મનાય છે.ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહ્યતોની મુકિત માટે (હમાસ) સાથે સમજૂતી સધાઈ ગઈ છે.
આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે.
હમાસે જણાવ્યું હતું કે હાલમાં તો ૩૩ બંધકોને જ છોડવામાંઆવશે. ઇઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે નીકળી જશે તેના પછી જ સંપૂર્ણપણે ૧૦૦ બંધકો છોડવામાં આવશે. નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલ યુદ્ધનાં તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે.૭ ઓકટો. ૨૦૨૩ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ ૧૨૦૦ જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયલ હમાસ વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં ૪૬૦૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓએ જાન ગુમાવ્યા છે. આ યુદ્ધ અંગે ઘણા ઘણા રાઈટસ ગુ્રપે ઈઝરાયલ ઉપર વોર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે. જેનો ઈઝરાયલે સતત ઇનકાર કરે રાખ્યો છે.

 

(7:48 PM IST)