<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

બ્રિટનમાં રહેતા એક શખ્સે જીતી 80 કરોડની લોટરી

નવી દિલ્હી:  બ્રિટનમાં રહેતા જેમ્સે ક્રિસમસ દરમિયાન નેશનલ લોટરીમાં 120 પાઉન્ડ એટલે કે લગભગ 12724 રૂપિયા જીત્યો હતો. તે પૈસાથી  ફરી તેણે બીજી લોટરીની ટિકિટો ખરીદી. તેમાથી તેને 75 લાખ પાઉન્ડ એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 78.84 કરોડની લોટરી જીતી છે. આ જોઈને 'હેરા ફેરી' ફિલ્મનું એક ગીત યાદ આવે છે કે, 'દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે.' એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ પૈસા કે ખુશી મળે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. આવુ જ બ્રિટનમાં રહેતા એક છોકરા સાથે થયુ છે. જેણે લગભગ 80 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ રસપ્રદ વાત એ છે, કે લોટરી જીત્યા પછી તે ગટર સાફ કરવા નિકળી ગયો હતો. આવો જાણીએ કે તેણે આવુ કેમ કર્યું. એક રિપોર્ટ મુજબ 20 વર્ષીય જેમ્સ ક્લાર્કસન નામના છોકરાએ આ લોટરી જીતી છે. તે એક તાલીમાર્થી ગેસ એન્જિનિયર છે. જેમ્સે ક્રિસમસ પર નેશનલ લોટરીમાં 120 પાઉન્ડ એટલે કે ભારતીય રુપિયા પ્રમાણે  12724 જીત્યો હતો. આ પૈસાથી તેણે વધુ લોટરી ટિકિટો ખરીદી. જેનો તેનો મોટો ફાયદો થયો. તેને 75 લાખ પાઉન્ડ એટલે ભારતીય રુપિયા પ્રમાણે 79.84 કરોડના લોટરી જેકપોટ મળ્યો છે. નવાઈની વાત એ છે કે, લોટરી જીત્યા પછી પણ જેમ્સ ફરીથી મિલકત જાળવણીનું કામ કરવા લાગ્યો. તેણે કહ્યું કે, લોટરી જીત્યા પછી પણ શિયાળામાં ભરાયેલી ગટર સાફ કરવાનું કામ શરૂ કરી દીધુ. તેણે કહ્યું કે, 'હું મારુ આ કામ કરવાનું બંધ નહીં કરું. અને સાથે સાથે મારા અભ્યાસમાં પણ ધ્યાન આપીશ. હું હજુ ખૂબ નાનો છું.'

 

(5:55 PM IST)