તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
૫૦૦ રૂપિયા આપો અને ૩ મિનિટ માટે વેઈટ્રેસના ખોળામાં બેસો
એકલતા અને હતાશાને દૂર કરવા માટે કેફે એક નવી સુવિધા લઈને આવ્યું : આ સેવા ફક્ત માનસિક આરામ અને સમર્થન પ્રદાન કરવા પૂરતી સીમિત : ગ્રાહકોએ તેના માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું રહે છે

ટોકયો, તા.૧૬: આજકાલ તણાવવાળા જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ એકલતા કે ઉદાસીનતા મહેસૂસ કરે તો ભેટવું એ એક સારી ઉર્જા બુસ્ટર ક્રિયા સાબિત થઈ શકે છે. વિજ્ઞાને પણ એ સાબિત કર્યું છે કે ભેટવાથી મૂડ સારો થાય છે અને મેન્ટલ હેલ્થ માટે પણ તે ફાયદાકારક છે. ટેક્નિકલ વિકાસ છતાં માનવીય ભાવનાઓ અને સંબંધોનો કોઈ મુકાબલો કરી શકતા નથી. આ જ કારણ છે કે સૌથી વધુ વિક્સિત દેશોમાં પણ એકલાપણું ચરમસીમાએ છે.
આ વિચારને ધ્યાનમાં રાખીને ટોકયોમાં એક અનોખા કેફેની સ્ટોરી હાલ વાયરલ થઈ છે. જ્યાં ગ્રાહકોને ખાણીપીણી સાથે સ્નેહ અને આરામ પણ મળે છે. અહીં ગ્રાહકો વિવિધ લવ પેકેજીસ પસંદ કરી શકે છે. જેની એક નિશ્ચિત સમયમર્યાદા નિર્ધારિત છે.
સોઈનયા કેફેની અનોખી સર્વિસ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ ટોકયોનું સોઈનિયા કેફે ગ્રાહકોને ગળે લગાવી અને આરામ પ્રદાન કરી શાંતિ પ્રદાન કરે છે. આ વિશેષ કેફે એકલાપણા માટે એક એવો ઉપાય સૂચવે છે જેની કિંમત ચૂકવવાની રહે છે. ગ્રાહકો વેઈટ્રેસ સાથે આરામથી સૂઈ શકે છે કે ભેટવાનો આનંદ લઈ શકે છે. આ સેવાનો હેતુ માનસિક રાહત અને આરામ આપવાનો છે. પરંતુ તેના માટે તમારે કિંમત ચૂકવવી પડે છે.
આરામ પેકેજ માટે કિંમત
જાપાન ટુડે મુજબ ગ્રાહક એક વેઈટ્રેસના ખોળામાં ૨૦ મિનિટ સુધી આરામ કરી શકે છે. જેના માટે તેણે ૩૦૦૦ યેન (લગભગ ૧૭૦૦ રૂપિયા)ની ચૂકવણી કરવાની રહે છે. જો કોઈ ગ્રાહક આખી રાત આરામ ઈચ્છે તો ૧૦ કલાકની સેવા માટે ૫૦,૦૦૦ યેન (૨૭૦૦૦ રૂપિયા)નો ખર્ચ થાય. જો કોઈ ગ્રાહક થોડીવાર માટે માથું ખોળામાં રાખીને આરામ કરવા માંગે તો તેના માટે તેની પાસેથી ૧૦૦૦ યેન (લગભગ ૫૦૦ રૂપિયા)નો ચાર્જ વસૂલાય. એ જ રીતે અન્ય સેવાઓ જેમ કે માથા પર હળવું થપથપાવું, કે એક મિનિટ સુધી સાથે બેસવું, વગેરે માટે પણ ચાર્જ વસૂલવામાં આવે છે.
કડક નિયમો અને મર્યાદાઓ
આ સેવા ફક્ત માનસિક આરામ અને સમર્થન પ્રદાન કરવા પૂરતી સીમિત છે અને ગ્રાહકોએ તેના માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું રહે છે. શારીરિક મર્યાદાઓનું સન્માન કરાય છે. જેમ કે વેઈટ્રેસના વાળને સ્પર્શવાની કે અયોગ્ય વ્યવહાર કરવાની મંજૂરી નથી. આ સેવાઓ ફક્ત વાતચીત કોમળ ઈશારા અને સાથે રહેવાના માધ્યમથી ભાવનાત્મક સમર્થન આપવા પર કેન્દ્રીત છે.
માનસિક સ્વાસ્થ્ય માટે એક નવી પહેલ
સોઈનિય કેફેની આ પહેલ એક નવી દિશામાં માનસિક સ્વાસ્થ્ય તરફ વધતું પગલું છે. જ્યાં એકલાપણું અને માનસિક તણાવના દોરમાં લોકોને આરામ અને સ્નેહની જરૂર છે. આ કેફે ખાણી પીણીનું સ્થાન હોવાની સાથે એક આરામદાયક વાતાવરણ પણ પ્રદાન કરે છે. જ્યાં લોકો પોતાની ભાવનાઓ શેર કરી શકે છે અને માનસિક શાંતિ મેળવી શકે છે.(
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
