તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
અફઘાન તાલિબાનને ‘પુરૂષ પ્રેમ' ભારે પડયો : લડવૈયાઓની ઊંઘ થઈ ગઈ હરામઃ AIDSના કેસ વધ્યા

કાબુલ, તા.૧૬: અફઘાન તાલિબાનનો પુરુષ પ્રેમ પોતાની અસર બતાવી રહ્યો છે. તાલિબાનીઓમાં એચઆઈવી એડ્સથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તેને લઈને તાલિબાનના આલાકમાને પોતાના તમામ લોકોને મૌખિક નિર્દેશ જાહેર કર્યો છે કે, કોઈની સાથે પણ જાતીય સંબંધ બાંધતા પહેલા મેડિકલ તપાસ જરૂર કરાવી લે. તંત્રએ આ બાબતે આંતરિક તપાસના આદેશ પણ આપ્યા છે.
આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કાબુલમાં કેટલાક નવા છોકરાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને કેટલાકે તો પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું. પૂછપરછ કરતા ખબર પડી કે, આ છોકરાઓને તાલિબાની સભ્યોએ અપહરણ કરી પોતાની કેદમાં રાખ્યા હતા અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા. થોડા મહિના પછી આ છોકરાઓ પોતાના ઘરે પરત આવ્યા તો તેઓ એચઆઈવી એડ્સથી પીડિત હોવાનું સામે આવ્યું.
તાલિબાન તંત્રએ ગુપ્ત રીતે કેટલાક સ્થળોએ દરોડા પાડયા, જ્યાં એક જેલમાં બે છોકરા કેદ થયેલા હતા. આ છોકરાઓ સાથે બે ડઝનથી વધુ તાલિબાની લડવૈયા એક અઠવાડિયાથી વધુ સમયથી જાતીય સંબંધ બાંધી રહ્યા હતા. આ બંને છોકરાઓમાં પણ એચઆઈવી એડ્સ જોવા મળ્યો. જણાવાઈ રહ્યું છે કે, તાલિબાન તંત્રએ ત્યાં હાજર તમામ તાલિબાની લડવૈયાઓનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે અને આ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ તાલિબાન તંત્રએ પોતાના તમામ લડવૈયાઓને સાવધાની રાખવાના નિર્દેશ આપ્યા છે. જેથી ભવિષ્યમાં કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો પડે.
યૂએન એડ્સ કંટ્રોલે પણ આ મામલે પોતાની ટીમ દ્વારા આવા લોકોની જાણકારી આપવાનું કહયું છે. જેથી તેમને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. જો અફઘાન લડવૈયાના આવા જ હાલ રહયા તો તેમની સ્થિતિ પણ આફ્રિકાના આઈએસઆઈએસ લડવૈયાઓ જેવી થઈ જશે. જ્યાં થોડા વર્ષો પહેલા એચઆઈવી ખરાબ રીતે ફેલાઈ ગયો હતો.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
