<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ન્યૂરોલીંક દ્વારા ત્રીજી વ્યક્તિના મગજમાં સફળતા પૂર્વક ચિપ પ્લાન્ટ કરી શકાશે

નવી દિલ્હી: ઇલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા બ્રેઇન ચીપ ત્રીજી વાર સફળતાપૂર્વક વ્યક્તિના મગજમાં ફિટ કરવામાં આવી છે. આ ચીપને બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે ઇલોન મસ્કે લાસ વેગાસમાં જાહેરાત કરી હતી. આ ત્રણેય વ્યક્તિ ખૂબ જ સ્વસ્થ છે અને ચીપ સફળતાપૂર્વક કામ કરી રહી છે. કંપની દ્વારા આ વર્ષે અંદાજે 20-30 વ્યક્તિઓમાં બ્રેઇન ચીપ બેસાડવાનો ટાર્ગેટ રાખવામાં આવી રહ્યો છે. આ ડિવાઇઝને પહેલીવાર અમેરિકાની એક વ્યક્તિમાં બેસાડવામાં આવી હતી. આ વ્યક્તિ દ્વારા હવે ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ આપવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિ ફક્ત તેના મગજનો ઉપયોગ કરીને વીડિયો ગેમ રમી શકે છે, ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે અને લેપટોપનું કર્ઝર પણ હલાવી શકે છે. આ દરેક વસ્તુમાં તેણે હાથનો પણ ઉપયોગ નથી કરવો પડતો. કંપનીનું કહેવું છે કે જે વ્યક્તિમાં ન્યુરોલોજી કન્ડિશન હોય, તેમના માટે આ ચીપ બનાવવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, કોઈને પેરાલિસિસ થઈ ગયું હોય, તો આ ચીપ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ન્યુરાલિંક દ્વારા FDAનું મંજૂરી મેળવવા માટે પહેલાં પાંચ વ્યક્તિ પર આ ટેસ્ટ કરવામાં આવવો જોઈએ, જેને ક્લિનિકલ ટેસ્ટ કહેવાય છે. આ ટેસ્ટ તમામ પેરાલિસિસ થયેલા વ્યક્તિ પર કરવામાં આવી રહ્યો છે. તેઓ તેમના વિચાર દ્વારા કમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવી ડિવાઇઝનો ઉપયોગ કરી શકે કે નહીં એ જોવામાં આવી રહ્યું છે. આ સાથે જ એક સ્ટડી પણ કરવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ સ્વસ્થ દિમાગવાળા વ્યક્તિ રોબોટને અથવા તો રોબોટની ટુકડીને ઓપરેટ કરી શકે છે કે નહીં એ ચેક કરવામાં આવી રહ્યું છે.

(6:36 PM IST)