<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

મોબાઈલ કનેક્ટિવિટીમાં આવી આ નવી ટેક્નોલોજી:જાણો શું છે ફાયદો

નવી દિલ્હી: જિયો દ્વારા હાલમાં જ 5.5G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી છે. હજી તો દરેક મોબાઇલ અને યુઝર 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ નથી કરી રહ્યાં ત્યાં તો 5.5G ટેક્નોલોજી આવી ગઈ છે. ભારતમાં આ સર્વિસ ફક્ત જિયો દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે આ સર્વિસને દરેક મોબાઇલ સપોર્ટ નથી કરતાં. આથી હવે જે પણ નવા ફોન આવશે અથવા તો હાલમાં જે પણ હાઇએન્ડ મોબાઇલ છે એમાં આ ટેક્નોલોજી છે. જિયો દ્વારા ભારતના દરેક ખુણામાં 5G સર્વિસ પૂરી પાડવાની મૂહિમ હાથમાં લીધી હતી અને એમાં હવે તેમની દ્વારા 5.5Gની સર્વિસ શરૂ કરવામાં આવી છે. 5Gને ફિફ્થ જનરેશન ટેક્નોલોજી કહેવામાં આવે છે. એના દ્વારા દુનિયાભરની મોબાઇલ કનેક્ટિવિટીમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. જોકે 5Gના એડ્વાન્સ વર્ઝનને 5.5G તરીકે ઓળખવામાં આવે છે. 5Gમાં મોબાઇલ ડિવાઇઝ એક સિંગલ સેલ્યુલર નેટવર્ક સાથે કનેક્ટ થાય છે. જોકે 5.5Gમાં જો મોબાઇલ આસપાસ અન્ય નેટવર્ક હશે તો બન્નેના નેટવર્કનો ઉપયોગ કરશે. એક કરતાં વધુ નેટવર્કનો ઉપયોગ કરવાથી કવરેજ અને સ્પીડ બન્ને વધુ મળી શકશે. આ નેટવર્કને કારણે યુઝરને વધુ સારી ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મળી શકશે. 5G નેટવર્ક પર જિયોમાં ડાઉનલોડ સ્પીડ એવરેજ 277.78 MBPS જોવા મળી છે, જ્યારે 5.5G પર જિયોની ડાઉનલોડ સ્પીડ 1014.86 MBPS જોવા મળી છે. આથી 5G કરતાં 5.5Gની ડાઉનલોડ સ્પીડ 380 ટકા વધુ જોવા મળે છે. 5.5G ટેક્નોલોજી સંપૂર્ણપણે 5G સ્ટેન્ડઅલોનના ઇનફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહે છે. જોકે 5G નેટવર્ક 4Gના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ચલાવી શકાય છે. આથી સ્પીડમાં અને કનેક્ટિવિટીમાં ફરક પડે છે. એરટેલ દ્વારા 5Gને તેની 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવવામાં આવ્યું છે.

 

(5:24 PM IST)