News of Saturday, 11th January 2025
કિમ જોંગ ઉન રશિયાને 1 લાખ સૈનિકો મોકલશે:બદલામાં મેળવશે મિસાઈલ ટેક્નોલોજી

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેતો લાગતા નથી. ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે. તેના બદલામાં રશિયાએ તેને મિસાઇલ ટેકનોલોજી આપી હોવાનું મનાય છે. કિમ જોંગે તાજેતરમાં મધ્યમ અંતરના હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ તે પૂર્ણપણે રશિયાની મદદથી કર્યુ હોવાનું મનાય છે.
આ પહેલા ઉત્તર કોરિયા યુક્રેન સામે લડવા રશિયાને મદદ કરવા દસ હજાર સૈનિકો મોકલી ચૂકયુ છે, હવે તે તેનાથી દસ ગણા વધારે એટલે કે એક લાખ સૈનિકો તે રશિયા મોકલશે. આમ રશિયા કિમ જોંગને અત્યંત સંવેદનશીલ ડિફેન્સ ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર કોરિયાના આ પગલાંથી પૂર્વ એશિયામાં તણાવ વધી શકે છે. તેનું કારણ એ છે કે ટેકનોલોજી હાંસલ કરવા માટે કિમ જોંગ યુક્રેન ફક્ત સૈનિકોજ નહી કરે, પરંતુ રશિયાની મદદથી તેના લશ્કરનું આધુનિકીકરણ પણ કરશે.
તેનાથી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા માટે ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ કોરિયાને લઈને આમ પણ કિમ જોંગના ઇરાદા સારા રહ્યા નથી. તાજેતરના દિવસોમાં તેણે દક્ષિણ કોરિયાને ઉશ્કેરતા ઘણા પગલાં લીધા છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
