<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

પાકિસ્તાનમાં પરમાણુ બોંબ બનાવતા 16 વિજ્ઞાનીનું અપહરણ થતા ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની છે જેમાં 'તહરીકે એ તાલિબાન' (ટીટીપી) નામના એક આંતકી સંગઠને અણુબોંબ તો નહી પરંતુ અણુબોંબ બનાવનારા 16 વિજ્ઞાનીઓનું અપહરણ કર્યુ છે. ખુદ ટીટીપીએ અપહરણ કર્યાની કબુલાત કરી છે.
અપહરણ કરાયેલા તમામ પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગ (પીએઇસી) સાથે સંકળાયેલા છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડીને કેટલીક માંગણીઓ કરી છે. જો કે કેટલાક અહેવાલમાં પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસન અને સરકારે અપહ્ત લોકોને વૈજ્ઞાાનિક નહી પરંતુ અન્ય કર્મચારી ગણાવીને ઢાંક પિછોડો કર્યો છે. હથિયારબંધ આતંકીઓએ વિજ્ઞાનીઓના વાહનોને આગ ચાંપી હતી.
પાકિસ્તાનમાં 'તહેરિક એ તાલિબાન પાકિસ્તાન' અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું સમર્થન ધરાવે છે. પાકિસ્તાનમાં ઘણા સમયથી સક્રિય છે પરંતુ 15 ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા પછી વધુ શકિતશાળી બન્યું છે.અફઘાનિસ્તાનમાં યુએસ અને સહયોગી દેશોની આર્મી સામે પડેલું ટીટીપી હવે પાકિસ્તાનની આર્મી અને સરકાર સામે પડયું છે.

 

(6:36 PM IST)