<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ઓએમજી....ગર્લ ફ્રેન્ડ સાથે ઝઘડો થતા જેટ બ્લ્યુ ફ્લાઇટના પેસેન્જરે પ્લેનનો ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો

નવી દિલ્હી:  પ્યુટ્રોરિકન યુવાનને તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં તે ખુન્નસમાં આવી ગયો અને પોતાનો ઇમર્જન્સી ડોર ઉઘાડી બહાર કૂદવા જતો હતો ત્યાં અન્ય પેસેન્જરોએ તેને પકડી લઇ બચાવી લીધો. જો કે આવી જોખમી હરકત કરવા માટે એરપોર્ટ પોલીસ તુર્ત જ સ્વયંસંચાલિત સીડી દ્વારા તે જેટ બ્લ્યુ વિમાનમાં પહોંચી ગઈ અને તે યુવાનની ધરપકડ પણ કરી. અમેરિકાનાં લોગાન એરપોર્ટ પર પ્લેન ટેક્ષીઈંગ દ્વારા રન વે સુધી પહોંચ્યું. તેનાં એન્જિન્સ સીન્ક્રોનાઇઝ થાય અને પ્લેન રન વે પર આગળ વધે તે પહેલાં આ ઘટના બની.
આ તદ્દન અવિચારી કૃત્ય કરનાર પ્યુટ્રોરિકોનો મોટાલેસ ટોરેસ નામનો યુવાન હતો. જો કે તેની ધરપકડ થઇ ત્યારે તે માનસિક રીતે ઘણો જ અસ્વસ્થ પણ હતો. તેથી તેને તુર્ત જ માનસિક રોગની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. જ્યારે અન્ય પેસેન્જર્સને કંપનીનાં બીજાં પ્લેનમાં બેસાડવામાં આવ્યાં. તે યુવાનને કોર્ટે જામીન પણ આપ્યા હતા. માહિતી આપતાં મેસેચ્યુસેટસ સ્ટેટ પોલીસે ધી ઇન્ડીવેન્ડન્ટ નામક વર્તમાન પત્રને જણાવ્યું હતું કે જો આ ટોરેસને સહ પ્રવાસીઓએ તુર્ત જ પકડી લીધો ન હોત તો તે વિમાનમાંથી પડતાં ભારે ઇજાગ્રસ્ત થયો હોત અથવા મૃત્યુ પણ પામ્યો હોત. જો કે આવો આ કૈં પહેલો જ બનાવ નથી. ગયા મહીને એલાસ્કાનાં એન્કરેજ શહેર જતી એલાસ્કન એરલાઈન્સની ફ્લાઇટનાં ૩૨૩ની પેસેન્જર મહિલાએ બહાર કેવું લાગે છે ? તે જોવા સીઆચવનાં એરપોર્ટ ઉપર જ ઇમર્જન્સી ડોર ખોલી વિમાનની પાંખ ઉપર પહોંચી ગઈ ત્યારે પાયલેટ કેબિનમાંથી અંદર માઇક ઉપર જણાવ્યું. તુર્ત જ પ્લેન રન વે પર પ્લેન ઉભું રાખ્યું. સ્વયં સંચાલિત સીડી દ્વારા તે મહીલાને ઉગારી લીધી. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પછી થી જામીન પર છૂટી હતી.

 

(6:36 PM IST)