<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ઇટાલીએ સ્‍મોકિંગ પર લગાવ્‍યો પ્રતિબંધ : ૨૧૦૦૦ રૂપિયા દંડ અથવા જેલ

હવે ઇટાલીના મિલાનમાં સિગરેટનો ક્રશ તમને મોંઘો પડી શકે છે

મિલાન, તા.૩: સ્‍મોકિંગ સ્‍વાસ્‍થય માટે તો નુકસાનદાયક છે. ધુમ્રપાનના કારણે કેન્‍સરનો ખતરો ૨૦ ટકા જેટલો વધી જાય છે. ફેફસાના કેન્‍સરનું જોખમ સૌથી વધારે હોય છે. માટે ડોક્‍ટર દ્વારા લોકોને સિગરેટ ન પીવા માટેની સલાહ આપવામાં આવે છે. આ જ કારણ છે કે અનેક દેશોમાં સ્‍મોકિંગ પર પ્રતિબંધ છે. હાલમાં જ તેમાં એક વધારે દેશ જોડાઇ ચુકયો છે. ઇટાલીએ સ્‍મોકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હવે ઇટાલીના ફેશન કેપિટલ કહેવાતા મિલાનમાં ધુમાડો ઉડાવનારા લોકોને દંડ કે જેલ પણ થઇ શકે છે. અહીં સ્‍મોકિંગ પર દંડ લગાવવામાં આવ્‍યો છે. જો કે ઇટાલી જ એકમાત્ર આવો દેશ નથી જ્‍યાં સ્‍મોકિંગ પર પ્રતિબંધ હોય તેવા અનેક દેશો છે. જ્‍યાં સ્‍મોકિંગ પર જેલ અથવા તો દંડ જેવી જોગવાઇઓ છે. આવો જાણીએ આવા દેશ વિશે...

ઇટાલી એક સુંદર દેશ છે. ઇટાલી વિશ્વનો એવો દેશ પણ છે જ્‍યાં યુનેસ્‍કોની સૌથી વધારે ધરોહર આવેલી છે. ઇટાલીની રાજધાની રોમ છે. જો કે ઇટાલીની ફેશન કેપિટલ ગણાતું શહેર મિલાન છે. આ શહેર ફેશન મામલે વિશ્વમાં નંબર ૧ પર છે. આ શહેરમાં ફેશન સાથે સંકળાયેલા લોકો સ્‍મોકિંગ કરતા જોવા મળે છે.

જો કે મિલાનમાં હવે સ્‍મોકિંગ પ્રતિબંધિત કરી દેવાયું છે. આ પ્રતિબંધ નવા વર્ષથી લાગુ કરાયો છે. જો કોઇ મિલાનમાં સિગરેટ પીવે છે તો તેની પાસેથી ૪૦ થી ૨૪૦ યુરો સુધીનો દંડ થઇ શકે છે. ભારતીય રકમમાં તે ૩૫૫૮ થી માંડીને ૨૧,૩૫૩ રૂપિયા સુધી થાય છે.

આ દેશોમાં પણ છે સ્‍મોકિંગ પર પ્રતિબંધ : ઇટાલી જ નહીં પરંતુ ભારતનો પાડોશી દેશ ભુટાન પણ તે પૈકીનો એક છે. આ ઉપરાંત કોલંબિયામાં ૨૦૦૯ થી પબ્‍લિક પ્‍લેસ અને વર્કપ્‍લેસ પર સ્‍મોકિંગ પ્રતિબંધ કરી દીધો હતો. કોસ્‍ટારિકાએ ૨૦૧૨ માં મલેશિયાએ પણ પબ્‍લિક પ્‍લેસ પર સ્‍મોકિંગ પ્રતિબંધિત કરી દીધું છે.

(12:01 PM IST)