<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

તાલિબાને મહિલા વિરોધી વધુ એક ફરમાન કર્યું જાહેર

 

નવી દિલ્હી: તાલિબાનોએ મહિલાઓની આઝાદી છીનવી તેમને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા બાદ હવે ઘરમાં પણ આઝાદી છીનવી લેતો કાયદો ઘડ્યો છે. તાલિબાની શાસને મહિલાઓને ઘરની દિવાલમાં જ કેદ રાખવાની સાથે તેમના માટે ખુલ્લી હવા લેવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. અફઘાનિસ્તાનના ઘરોમાં હવે કોઈ બારી કે ઝરુખો જોવા મળશે નહીં.

તાલિબાનનું શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકાર ખતમ થઈ રહ્યા છે. તેમના અભ્યાસથી માંડી તેમના કામ કરવા પર, પહેરવેશ સહિત તમામ બાબતો પર પ્રતિબંધો લાદવામાં આવતાં તેઓ હવે ઘરકામ પૂરતી જ સીમિત રહી છે. તાલિબાનના નવા ફરમાન મુજબ, ઇમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી મહિલાઓ હવે ઘરમાંથી બહાર જોઈ પણ શકશે નહીં. આ પ્રતિબંધ લાદવા પાછળનું કારણ જણાવતાં તાલિબાનના વડાએ જણાવ્યું કે, અશ્લીલ કૃત્યો ન બને તે હેતુ સાથે અફઘાન મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ક્ષેત્રો અને ઇમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે ખુલ્લી હવા માટે ઝરુખો પણ રાખવામાં આવશે નહીં. નગરપાલિકાના અધિકારીઓને નવા આદેશનું પાલન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

(5:19 PM IST)