<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

અમેરિકામાં હેલ્‍થકેર કંપનીના સીઇઓની ગોળી મારી હત્‍યા

ન્‍યુયોર્કઃયુ.એસ.એ.ના સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રની દિગ્‍ગજ કંપની યુનાઇટેડ હેલ્‍થકેરના સીઇઓ બ્રાયન થોમસનની ગોળી મારી હત્‍યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમને મેનહેટ્ટનમાં એક હોટેલની બહાર ગોળી મારવામાં આવી હતી. પોલીસે આ ટારગેટ કિલિંગનો મામલો ગણાવ્‍યો છે. આ ઘટનાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમને પાછળથી આવેલો હુમલાખોર ગોળી મારતો દેખાય છે.

બ્રાયન થોમ્‍પસનને મેનહેટ્ટનની હોટેલની બહાર સવારે ૬-૪પ વાગ્‍યે ગોળી મારી દેવામાં આવી હતી.

 તે આ હોટેલમાં કંપનીના વાર્ષિક ઇન્‍વેસ્‍ટર કોન્‍ફેન્‍સમાં સામેલ થવા આવ્‍યા હતા. તેમને તાત્‍કાલિક હોસ્‍પિટલે લઇ જવાયા હતા જયાં તેમને મૃત જાહેર કરાયા હતા.

પોલીસે કહ્યું કે હુમલાખોર હાલમાં ફરાર છે અને આ હુમલો કેમ કરવામાં આવયો અને તેમની કેમ હત્‍યા કરાઇ તેનું કારણ બહાર આવ્‍યું નથી. યુનાઇટેડ હેલ્‍થ ગ્રુપ ઇંકની વીમા કંપની યુનાઇટેડ હેલ્‍થકેરની ન્‍યૂયોર્ક શહેરમાં રોકાણકારો સાથે વાર્ષિક બેઠક થવાની હતી એટલા માટે આ સીઇઓ આવ્‍યા હતા. (૭.ર૪)

(3:43 PM IST)