તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th November 2024
રોમનું પાર્ક ઓફ ધ મોન્સ્ટર્સઃ સુંદરતા-રહસ્યથી ભરપુર

રોમની બહાર બોમાર્જો શહેરમાં આવેલ પાર્કો દેઇ મોસ્ટ્રીને પાર્ક ઓફ ધ મોન્સ્ટર્સ પણ કહેવામાં આવે છે. તે સુંદરતા અને રહસ્યથી ભરપૂર છે. આ પાર્કનું નિર્માણ ૧૬મી શતાબ્દીમાં પ્રિન્સ પિયર ફ્રાંસેસ ઓરસિનીને પત્નીના અવસાન પછી કરાવ્યું હતું. રોમથી અડધા દિવસનો પ્રવાસ કરીને અહીં પહોંચી શકાય છે. ૧૯પ૪ માં જીયોવાની બેટીની અને તેની પત્ની ટીના સેવેરી (બન્ને કલાપ્રેમી) એ આ પાર્ક ખરીદ્યો અને તેનો જીર્ણોધ્ધાર કરાવ્યો. ચિત્રમાં પાર્કની સૌથી પ્રસિધ્ધ મૂર્તિ એલ ઓર્કો, જેના હોઠ પર લખ્યું છે ઓગ્ની પેન્સીએરો વોલા. આનો અર્થ છે, ‘‘દરેક વિચાર ઉડી શકે છે.'' જયારે તમે આની અંદર બોલો કે કોઇના કાનમાં બોલો તો પણ બહાર બધા સાંભળી શકે છે. (૭.૩ર)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
