તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
ઓએમજી.....રણમાં ફસાયેલ મહિલાએ કેબ સર્વિસથી બુક કર્યું ઊંટ

નવી દિલ્હી: દુબઈમાં હંમેશા અણધારી વસ્તુઓ જોવા મળે છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. જ્યારે રણની વચ્ચે ફસાયેલી બે મહિલાઓએ કેબ સર્વિસ એપથી મદદ માંગી તો તેમને એવી મદદ મળી કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેબ સર્વિસ એપ પર મહિલાઓએ કાર કે બાઇક નહીં પણ ઊંટની સવારી કરવાનો વિકલ્પ જોયો. આ વખતે જ્યારે મહિલાઓએ ઊંટની સવારીનું બુકિંગ કરાવ્યું ત્યારે એક વ્યક્તિ ઊંટ લઈને આવી પહોંચ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો અનુસાર, દુબઈ-હટ્ટા રોડ પર આવેલા અલ બદાયરના રણમાં બે મહિલાઓ ફસાઈ ગઈ હતી. જ્યારે તેઓએ મદદ માટે તેના મોબાઇલ પર કેબ સર્વિસ એપ્લિકેશન ખોલી તો એપ પર તેમને સવારી તરીકે ઊંટનો વિકલ્પ જોયો. આથી બંને મહિલાએ એપ પર ઊંટ બુક કરાવ્યો. બુકિંગ બાદ થોડા જ સમયમાં એક યુવક ઊંટ લઈને તેની પાસે પહોંચી જાય છે અને તેમને સવારી ઓફર કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેના પણ ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, 'ઊંટ માત્ર દુબઈમાં જ બુક કરી શકાય છે. તે કોઈ મોટી વાત નથી.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'આવું માત્ર દુબઈમાં જ થઈ શકે છે.' અન્ય યુઝરે લખ્યું, 'શું તે ટિપમાં ખજૂર લે છે?'
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
