<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

બોલો, કૂતરા ફેરવવાનો પણ વર્લ્‍ડ રેકોર્ડ બન્‍યો

૩૮ ડોગીઓને ચલાવવાનો વિક્રમ બનાવ્‍યો

ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે સોશ્‍યલ મીડિયા હેન્‍ડલ પર એક નવા રેકોર્ડની તસવીરો શેર કરી છે જેમાં એક માણસ ખૂબબધા ડોગીને લઈને એમને ફેરવવા નીકળ્‍યો છે અને એ તમામ ડોગીઓને પેલા ભાઈ પટ્ટાથી કન્‍ટ્રોલ કરી રહ્યા છે. પાંચમી સપ્‍ટેમ્‍બરે સાઉથ કોરિયાના ચુંગચેઓન્‍ગબુક-ડો નામના ભાઈએ એકસાથે ૩૬ ડોગીઓને ચલાવવાનો રેકોર્ડ બનાવ્‍યો હતો, પણ મિશેલ રૂડી નામના બીજા ડોગલવરે આ રેકોર્ડ તોડીને ૩૮ ડોગીઓને ચલાવવાનો વિક્રમ બનાવ્‍યો છે. એકસાથે સૌથી વધુ કૂતરાઓને લીશથી બાંધીને બધાને એકસાથે એક કિલોમીટર સુધી ચલાવવાની ચેલેન્‍જ આ વિક્રમમાં હતી. મિશેલ રૂડી ડોગ-ટ્રેઇનર છે અને તેણે એક શેલ્‍ટર હોમમાં રાખેલા રખડતા શ્વાનોને ચલાવ્‍યા હતા.

(9:49 AM IST)